Site icon Revoi.in

વાયુસેના પરેડ દિવસે ‘રાફેલ લડાકૂ વિમાન’નું જોવા મળશે શાનદાર પ્રદર્શન

Social Share

,ભારતીય વાયુસેનામાં ફ્રાંસતરફથી રાફેલ આપવામાં આપવતા તેની તાકાતમાં વધારો થયો છે ત્યારે હવે ભારતીય વાયુસેનાએ આપેલી જાણકારી પ્રમાણે, ભારતીય વાયુસેનામાં સમાવેશ પામનાર રાફેલ લડાકૂ વિમાન આ વર્ષ દરમિયાન યોજાનાર વાયુસેના પરેડ દિવસમાં જગુઆર સાથે મળીને ‘વિજય’ ફોર્મેશનમાં ઉડાન ભરશે, ત્યાર બાદ રાફેલ સુખોઈ-30 એમકેઆઈ અને તેજસ લડાકૂ વિમાન સાથે મળીને ટ્રાન્સફોર્મર ફઓર્મેશનમાં ઉડાન ભરશે,

ભારતીય વાયુસેનાના પુરા થશે 88 વર્ષ

વાયુસેના  એ આ અંગે જણાવ્યું હતું કે, આ વર્ષની વાયુસેના પરેડ દિવસમાં 19 હેલિકોપ્ટરો સાથે 19 લડાકૂ વિમાન અને 7 પરિવહન સહિત 56 વિમાન હવાઈ પ્રદર્શનનો ભાગ બનશે, ઉલ્લએખનીય છે કે, ભારતીય વાયુસેના 8 ઓક્ટોબર 2020ના રોજ પોતાની 88મી વર્ષગાંઠ ઉત્સાહભેર અને ગર્વ સાથે ઉજવશે.

આ સમગ્ર બાબતે વાયુસેનાના પ્રમુખ આર.કે.એસ. ભદોરિયાએ કહ્યું કે, “રાફેલ વિમાનનું એકીકરણ એક  અવું મંચ  પ્રદાન કરે છે કે જે આગળનો રસ્તો છે.” રાફેલ વિમાન આપણાને પ્રથમ અને ગંભીર હુમલાની ધાર બનીને ક્ષમતા આપશે. તેમણે કહ્યું કે એરફોર્સમાં ઝડપી પરિવર્તન થઈ રહ્યું છે.

ભારતીય વાયુસેનાના આ વિશેષ પ્રસંગે હિંડોન ગાઝિયાબાદ ખાતેના એરફોર્સ બેઝ પર એરફોર્સ ડે પરેડ અને અલંકરણ સમારોહનું આયોજન કરવામાં આવનાર છે. આ દિવસે રાફેલ ફાઇટર એરક્રાફ્ટ એરફોર્સની પરેડમાં ભાગ લેશે.

સાહીન-