Site icon hindi.revoi.in

દેશમાં બનનારી ઓક્સફોર્ડની એસ્ટ્રાજેનેકા કોરોના વેક્સિન 70 થી 90 ટકા અસરકારક

Social Share

દિલ્હી- : ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા કોરોના વેક્સિન  કોરોનાથી દર્દીને બચાવવામાં 70 ટકા સુધી સફળ સાબિત થઈ છે. એસ્ટ્રાજેનેકાએ એક નિવેદનમાં આ માહિતી આપી છે. જો કે, વેક્સિનના જુદા જુદા ડોઝ પ્રમાણે સફળતા 62 થી 90 ટકા સુધી રહી  હતી. ભારત માટે  આ એક રાહતના સમાચાર પણ છે, કારણ કે ભારતમાં સીરમ સંસ્થા આ વેક્સિનના ઉત્પાદનમાં રોકાયેલ છે અને સરકાર તેનું વિતરણ કરી શકે છે.

એસ્ટ્રાજેનેકાએ આપેલા નિવેદન પ્રમાણે, વેક્સિનની અસરકારકતા પ્રથમ ડોઝમાં 90 ટકા અને બીજા ડોઝમાં લગભગ 62 ટકા રહી છે. પ્રથમ વખત આ ડોઝ અડધો આપવામાં આવ્યો, ત્યાર બાદ એક સંપૂર્ણ ડોઝ આપવામાં આવ્યો, જ્યારે બીજા પરિક્ષણમાં, એક પછી એક બે ડોઝ આપવામાં આવ્યા.

આ વેક્સિન સામાન્ય લોકો માટે એપ્રિલ મહિનામાં આપવામાં આવશે

એસ્ટ્રોજેનિકાએ જણાવ્યું હતું કે કોવિડ -19 વેક્સિનના ત્રીજા તબક્કાના પરિક્ષણમાં બતાવવામાં આવ્યું હતું કે રોગ પર કાબૂ મેળવવામાં વેક્સિન  પ્રભાવ કારક રહી હતી. આ વેક્સિન પર કામ કરનારા મુખ્ય સંશોધનકર્તા ડોપોલાર્ડે કહ્યું કે વૈજ્ઞાનિકો તેના પરિણામોથી ખુશ છે, તેમણે કહ્યું કે,’આ તારણોથી જાણ્યું કે આ વેક્સિન ખૂબ અસરકારક છે અને તે લાખો લોકોનું જીવન બચાવી શકવાની ક્ષમતા ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના પૂણેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટને ઓક્સોફર્ડની એસ્ટ્રાજેનેકા વેક્સિનના ઉત્પાદનનો કોન્ટ્રાક્ટ મળ્યો છે,સીરમ ઈન્સિટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ  પૂનાવાલાએ કહ્યું કે, ભારતમાં સામાન્ય લોકોને એપ્રિલ મહિના સુધી આ વેક્સિન આપવામાં આવી શકે છે.

ફેબ્રુઆરીથી દર મહિને 10 કરોડ વેક્સિનનો ડોઝ બનાવવાની  યોજના

પૂનાવાલાએ કહ્યું કે ઓક્સફર્ડની વેક્સિન ખુબ જ સસ્તી અને સલામત છે, આ સાથે જ તેને 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સંગ્રહિત પણ સરળતાથી કરી શકાય છે. આ તાપમાને આ વેક્સિનને ભારતના ઠંડા પ્રદેશોમાં સ્ટોર કરી શકાય છે. તેમણે કહ્યું કે સીરમ સંસ્થા ફેબ્રુઆરીથી દર મહિને આશરે 10 કરોડ ડોઝ બનાવવાની યોજના બનાવી રહી છે.

દેશમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ પરિક્ષણના જુદા જુદા તબક્કા હેઠળ

ભારતમાં ચાર ફાર્માસ્યુટિકલ કંપનીઓ તેમની વેક્સિનોના ક્લિનિકલ ટ્રાયલ્સના બીજા કે ત્રીજા તબક્કામાં હાલ છે. કેન્દ્ર સરકાર ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને સીરમ સંસ્થા દ્વારા મંજૂરી આપી શકે છે. બ્રિટનમાં માન્યતા મળતાની સાથે જ ભારત સરકાર પણ એસઆઈઆઈને પણ પરવાનગી આપી દેશે.ત્યારે હવે દેશની સમગ્ર જનતા વેક્સિનની આતુરતાથી રાહ જોઈ રહી છે, જ્યા સુધી વેક્સિન ન મળી જાય ત્યા સુધી દરેક લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે તે  પોતાના તેમજ બીજાઓ સ્વાસ્થ્ય માટે ખુબ જ જરુરી છે.

સાહીન-

Exit mobile version