Site icon Revoi.in

દેશના બંધારણની મૂળ નકલમાં પણ છે ‘શ્રી રામ’ભગવાનનો ઉલ્લેખ- આ છે તેનો પુરાવો

Social Share

અયોધ્યામાં આજે ઐતિહાસિક દિવસ છે. 12:30 વાગ્યાની આસપાસ આજે પીએમ મોદી ભૂમિ પૂજન કરી રહ્યા છે.ત્યારે ભગવાન શ્રીરામનો ઉલ્લેખ આપણા બંધારણની મૂળ નકલમાં પણ છે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે આ રસપ્રદ વાત રજૂ કરી હતી.અને આ સમગ્ર બાબતનો ઉલ્લેખ કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું કે,” ભારતીય બંધારણની મૂળ નકલમાં મૂળભૂત અધિકારો વિશેના પ્રકરણમાં રાવણ વધ પછી અયોધ્યા પાછા ફરી રહેલા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ, સીતા માતા અને લક્ષ્મણનો સ્કેચ છે. આમ ભારતીય બંધારણ પણ પરોક્ષ રીતે ભગવાન રામનો સ્વીકાર કરે છે”

બીજી તરફ ટૂંક સમયમાં પીએમ મોદીએ રામ જન્મભૂમિ પરિસરમાં પારિજાતનો છોડ વાવ્યો હતો.

આ પાવન પર્વ પર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અયોધ્યાવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.

સાહીન-