
ભારતીય વાયુસેનાનો ચીન બોર્ડર પર હુંકાર- ચીન પાસેની બોર્ડર પર રાત્રીના સમયે ઓપરેશન હાથ ધર્યું
- ભારતીય વાયુસેના સતર્ક બની
- ભારતીય વાયુસેનાની ચીન સીમા પર ખાસ નજર
- મોડી રાત્રીના સમયે અપાચે હેલિકોપ્ટર દ્રારા ચીન સીમા ઓપરેશ હાથ ઘર્યુ
- હાલ ચીન-ભારત વચ્ચેનો તણાવ ઓછો થતો જાવા મળ્યો છે
ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર છેલ્લા ઘણા સમયથી તણાવ સર્જાયો છે,આ તણાવને ખતમ કરવાના સતત પ્રયત્નો વચ્ચે હવે ભારતીય વાયુસેનાની બાજ નજર ચીન પર છે
ભારત અને ચીન વચ્ચેનો સંધર્ષ હવે થોડો ઓછો થતો જોવા મળી રહ્યો છે,સોમવારના રોજ ચીનના સૈનિકોએ પાછા ફરવાનું શરુ કર્યું છે,જો કે ભારત સીમા પર બાજ નજર રાખીને બેસ્યું છે,સોમવારની મોડી રાત્રે ભારત-ચીન સીમા પાસે ભારતીય વાયુસેનાએ અપાચે લડાકૂ હેલિકોપ્ટરની ઉડાન ભરીને ઓપરેશન હાથ ધર્યું હતું, અહીં મોડી રાત સુધી અપાચે ,ચિનુક સહીતના વાયુસેનાના કેટલાક વિમાન ઉડાન ભરતા જોવા મળ્યા હતા, કે જેઓ ચીન પર નજર રાખી રહ્યા છે.
#WATCH Indian Air Force (IAF) Chinook heavylift helicopter at a forward airbase near India-China border carrying out night operations. pic.twitter.com/mDBD9dmZpa
— ANI (@ANI) July 7, 2020
અપાચે હેલિકોપ્ટર એ ભારત-ચીન સરહદ આગળના પાયા પર સર્વેલન્સ માટે ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેના સરહદ પર સતત અભ્યાસ કરી રહી છે અને દરેક પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી દાખવી રહી છે. આ સ્થળે માત્ર અપાચે જ નહીં પરંતુ ચિનૂક ચોપર પણ અભ્યાસ કરતા નજરે ચડ્યા હતા.
અપાચે હેલિકોપ્ટર ઉપરાંત મિગ -29 સહિતના ઘણા બધા લડાકુ વિમાનો આ પહેલા પણ લેહના આકાશમાં ઉડાન ભરતા જોવા મળ્યા છે.ઉલ્લેખનીય છે કે,વિતેલા વર્ષે ભારતીય વાયુસેનાના કાફલામાં, 8 અપાચે ફાઇટર હેલિકોપ્ટરોએ એક જગ્યા બનાવી હતી, ત્યાર બાદ સેનાને વધુ મજબુત બનાવવામાં આવી હતી. અપાચે હેલિકોપ્ટરનું નિર્માણ અમેરિકન કંપની બોઇંગ દ્રારા કરવામાં આવ્યું છે.
સાહીન-