Site icon hindi.revoi.in

દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સરખામણીમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4 ગણી

Social Share

સમગ્ર વિશ્વ હાલ કોરોનાવાયરસ સામે ઝઝુમી રહ્યું છે, દિવસેને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે, જો કે ભારતની વાત કરીએ તો અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોનાનો મૃત્યુ દર પણ ઓછો છે અને તેની સામે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધું છે. હાલ દેશમાં કોરોનાની સંખ્યા 51 લાખને પાર થઈ છે જેમાં છેલ્લા 24 કલાકમાં જ 97 હજારથી પણ વધુ દર્દીઓ મળી આવ્યા છે,જો કે તેની સામે સ્વલસ્થ થનારા દર્દીઓનો આંકડો પણ ઘણો મોટો છે.

અત્યાર સુધી દેશમાં કુલ 40 લાખ 24 હજારથી પણ વધુ દર્દીઓ સાજા થયા છે, આ આંકડો કુલ એક્ટિવ કેસનો ચાર ગણો આંકડો છે,આ સમગ્ર બાબતે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને જણાવ્યું હતું કે, કોરોના મહામારી કોરોના વોરિયર્સ એવા ડોક્ટરો પણ મોતને ભેટ્યા છે જેની સંખ્યા 380 જેટલી છે,જો કે આઈએમએ એ આ નિવેદનથી પોતાની નારાજગી દર્શાવી હતી, જેમાં ડોક્યર્સ અને મેડિકલ સ્ટાફમાં કુલ કેટલા લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે તેની માહિતી ન હોવાના કારણે તેમણે પોતાની નારજગી દર્શાવી હતી આ સાથે જ જેટલા પણ ડોક્ટર્સ કોરોનામાં મોતને ભેટ્યા છે તેમને શહીદનો દરજ્જો આપવાની વાત કરવામાં આવી હતી

કોરોના મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય એ ગુરુવારના રોજ આંકડાઓ રજુ કર્યા હતા જે આંકડાઓ મુજબ વિતેલા દિવસે 97 હજાર કોરોનાના નવા કેસ સામે આવ્યા છે, જ્યારે મૃત્યુ પામનારની સંખ્યા 1 હજારથી વધુ છે તે સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 10 લાખથી વધુ છે, જો કે તેની સામે સ્વાસ્થ થનારા દર્દીઓની સંખ્યા 40 લાખથી પણ વધુ છે એટલે એમ કહી શકાય છે સાજા થનારા દર્દીઓની સંખ્યા કુલ એક્ટિવ કેસની સંખ્યા કરતા પણ ચાર ગણી વધારે છે.

આ સાથે જ વિતેલા દિવસે 11 લાખથી પણ વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે, દર દિવસે કેસની ટેસ્ટ કરવાની સંખ્યા 10 લાખથી પણ વધી ચૂકી છે તો બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને  રાજ્યસભામાં કોરોના વેક્સિન બાબતે કહ્યું કે, આવનારા વર્ષની શરૂઆતમાં દેશમાં કોરોના વેક્સિન આવવાની શક્યતાઓ છે.

સાહીન-

Exit mobile version