Site icon hindi.revoi.in

કોરોના વાયરસથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં સતત થઈ રહ્યો છે વધારો

Social Share

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, છેલ્લા 6 મહિનાથી દેશમાં પણ કોરોનાનું સંકમણ ખુબ ફેલાઈ રહ્યું છે, જો કે હવે છેલ્લા 5 દિવસની જો વાત કરીએ તો કોરોનાના સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. સાજા થનારા દર્દીઓની સરખામણીમાં નવા નોઁધાતા કેસ ખુબ ઓછા છે અર્થાત સાજા થતા દર્દીઓ નવા કેસની સંખ્યા કરતા વધુ છે.

આ સુધારાની શરુઆત આમ તો 19 સપ્ટેમ્બરથી થઈ છે,જ્યારે દેશમાં રોજ કોરોનાના 90 હજાર નવા કેસ સામે આવી રહ્યા હતા. 19 સપ્ટેમ્બરના રોજ, કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 95 હજાર હતી. તે જ સમયે, છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ નવા નોંધાતા કોરોના કેસોમાં સામાન્ય ઘટાડો પણ જોવા મળી રહ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 90 હજાર આસપાસ કોરોનાના નવા કેસ નોંધાય રહ્યા છે. ત્યારે  હવે આ આંકડો ઘટીને 80 હજારની આસપાસ  પહોંચી ગયો છે. 22 સપ્ટેમ્બરના દિવસે 75,083 કોરોના કેસ નોંધાયા હતા.

હવે કોરોના વાયરસમાંથી ઉગરતા દર્દીઓનો આંકડો નવા દર્દીઓના આકંડાને પાર કરી રહ્યો છે જે દેશ માટે એક સકારાત્મક વાત સાબિત થાય છે, આ જોતા દેશમાંથી કોરોનાનો કહેર ઓછો થતો જોવા મળી રહેશે ,જો આવનારા દિવસોમાં પણ સતત કોરોનાથી દર્દીઓ મોટા પ્રમાણમાં સાજા થશે તો ચોક્કસ કહી શકાશે કે કોરોનાનો ફેલાવો ઘટવા લાગ્યો છે.અને ભારત જલ્દી આ મહામારીમાંથી બહાર આવી શકશે.આ સાથે જ દેશમાં હાલ કોરોનાની વેક્સિન પરિક્ષણના તબક્કા હેઠળ છે જેની પર અનેક દેશના લોકોને આશા છે.

સાહીન-

Exit mobile version