- કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 70 લાખને પાર થઈ
- છેલ્લા 24 કલાકમાં 53 હજારથી વધુ કેસ નોંધાયા
- ભારત વિશ્વમાં કોરોના સામે સોથી સારી રીતે લડી રહેલો દેશ છે
- ભારતે કોરોનાને હરાવવા અનેક પગલા મબત્વના લીઘા છે
સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, વિશ્વની મહાસત્તા ગણાતા અમેરીકામાં પણ કોરોનાનો રાફળો ફાટ્યો છે, અનેક લોકોના અત્યાર સુધી મોત થયા છે ત્યારે આ બાબતમાં ભારત દેશ સોથી શ્રેષ્ઠ સાબિત થયેલો કહી શકાય ,કારણે કે દેશમાં કોરોના સંક્રમિતો વધવાની ઝડપ ઘટી છે અને સાજા થનારાનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે.
ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય સેતું એપ અને દેશી અનેક નુસ્ખાઓથી લોકો હવે ઘરેથી પણ સારવાર લઈ રહ્યા છે, ભારતની પ્રાચીન સંસ્કૃતિએ કોરોનાને માત આપવામાં ઘણો ફાળો આપ્યો છે,ઘરે -ઘરે લોકો ઉકાળા બનાવીને પી રહ્યા હતા, તેની સાથે સાથે અનેક આયુર્વેદીક વસ્તુઓનું સેવન પણ કરતા હતા સાથે -સાથે રોગ પ્રતિકારક શક્તિ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે,ત્યારે હવે 70 લાખ જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી છે.
હાલ ઘીરે ઘીરે કોરોનાની સ્થિતિ સુધરેલી જોવા મળી રહી છે,કોરોનાના રોજ નોંધાતા કેસોમાં હવે ઘટાડો જાવા મળી રહ્યો છે,શુર્કવારના રોજ 54 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા ,તો તેની સામે એક સારી બાબત એ છે કે, કોરોનાના દર્દીઓની સાજા થનારાની સંખ્યા હવે 70 લાખનો આકંડો વટાવી ચૂકી છે.
આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 53,370 નવા કેસ નોંધાયા છે. અને 650 લોકોનાં મોત થયાં. દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધીને 78,14,682 થઈ ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના સક્રિય કેસ સાત લાખથી નીચે આવી ચૂક્યા છે. દેશમાં હાલમાં 6 લાખ 80 હજાર જેટલા સક્રિય કેસ છે, જે છેલ્લા 24 માં 14 હજાર 800થી વધુનો ઘટાડો નોંધાયો છે.
આ સાથે જ એક દેશ માટે ખુબ જ સારી બાબત કહી શકાય, કે દેશમાં વાયરસને માત આપનારા દર્દીઓની સંખ્યા વધીને 70 લાખ 16 હજારને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 67,549 દર્દીઓએ વાયરસને માત આપીને હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા છે.
સાહીન-