1. Home
  2. revoinews
  3. સુરત શહેર અને જીલ્લામાં કોરોનાનો કહેર-પોઝિટિવ કેસનો આંકડો 7 હજારને પાર
સુરત શહેર અને જીલ્લામાં કોરોનાનો કહેર-પોઝિટિવ કેસનો આંકડો 7 હજારને પાર

સુરત શહેર અને જીલ્લામાં કોરોનાનો કહેર-પોઝિટિવ કેસનો આંકડો 7 હજારને પાર

0
  • સુરતમાં કોરોનાએ કહેર ફેલાવ્યો
  • પોઝિટિવ કેસનો અંક 7 હાજરને પાર
  • મૃત્યુએક કુલ 270 થયો
  • 119 જેટલા ડોક્ટરો અત્યાર સુધી સંક્રમિત

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ગુજરાત પણ તેમાં બાકાત નથી,મહાનગર પાલિકા સુરત કોરોનાની ઝપેટમાં સપડાતું જ જાય છે,દિવસેને દિવસે અહી કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે તો તેના સામે કોરોનાના કારણે મૃત્યુ પામનારની સ્ખાય પણ વધતી જતી જોવા મળી રહી છે.

મહાનગર પાલિકાએ આપેલી માહિતી મુજબ, જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 7 હાજારને પાર પહોંચી છે.બીજી તરફ શહેર અને જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુ આંક 270 થઈ ચૂક્યો છે.વિતેલા દિવસે કોરોનાના 148 દર્દીઓ સાજા થયા છે.કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 4209 છે.

આ સાથે જ નવા સામે આવેલા પોઝિટિવ કેસોમાં ધારાસભ્ય, નવી સિવિલના હોસ્પિટલના કુલ 7 તબીબ અન્ય 3 ડોક્ટરો સાથે 10 ડોક્ટરો અને કાપડના વેપારી, જમીન દલાલ, પ્લાસ્ટીકના વેપારી તેમજ નર્સ અને ફાર્મસિસ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.શહેરમાં અત્યાર સુધી 119 તબીબો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.