Site icon Revoi.in

દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો – એક દિવસમાં 36 હજાર કેસ સામે આવ્યા

Social Share

દેશમાં કોરોના સંક્રમણ હવે ઘીરે-ઘીરે ઓછું થતુ જોવા મળી રહ્યું છે, કોરોના સામેની લડાઈમાં ભારતે અડગ રહીને કોરાના સામે લડત આપી છે અને હાલ પણ આપી રહ્યું છે,ભઆરત દેશ વિશ્વની દ્રષ્ટિએ પણ કોરોનાને માત આપવામાં સોથી આગળ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે ભારતમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

મંગળવારના રોજ સંક્રમણના નવા કેસોમાં હાલના સમયમાં સૌથી વધુ ઘટાડો નોંધવામાં આવ્યો છે.મંગળવારના રોજ  કોરોનાના 36,469 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી  સાજા થનારા દર્દીઓની સંખ્યા 72 લાખનો આંકડો વટાવી ચૂકી છે.

કેન્દ્રી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીના આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 36 હજાર 469 સામે આવ્યા છે, આ સમયગાળા દરમિયાન 488 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે, ત્યારે કોરોનાથી દેશમાં  અત્યાર સુધી 80 લાખ આસપાસ લોકો સંક્રમિત થયા છે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 72 લાખથી પણ વધુ લોકો સાજા થયા છે,છેલ્લા 24 કલાકમાં 63 હજાર અને 800 જેટલા લોકોએ કોરોનાને માત આપી છે આ સાથે જ કહી શકાય છે કે, દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે,

દેશમાં સતત વાયરસથી સ્વસ્થ થતાં દર્દીઓની સંખ્યા વચ્ચેનું અંતર વધતું જાય છે. કોવિડ -19 ના સક્રિય કેસ સાત લાખથી નીચે નોઁથધાયા  છે. દેશમાં સક્રિય  કોરોનાના દર્દીઓની સંખ્યા 6,25,857 છે, છેલ્લા 24 કલાકમાં 27,860 કેસ ઘટ્યા છે. કોવિડ -19 ને કારણે અત્યાર સુધી દેશમાં 1,19,502 લોકો મૃત્યુ પામ્યા છે.

સાહીન-