Site icon hindi.revoi.in

દેશમાં સતત વધી રહ્યો છે કોરોનાનો આંકડો – પોઝિટિવ દર્દીઓની સંખ્યા 12 લાખને પાર

Social Share

સમગ્ર દેશ હાલ કોરોના સંકટ વચ્ચે જીવી રહ્યો છે,વિશ્વ આખુ કોરોના સામે લડી રહ્યું છે,કારોના મહામારીએ  હાહાકાર મચાવ્યો છે,વધતા જતા કેસો લોકોની ચિંતાનું કારણ બન્યા છે,હવે દેશમાં પ્રત્યેક દિવસે કોરોનાના નવા  35 હજાર જેટલા કેસો સામે આવી રહ્યા છે,તે સાથે જ કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા 12 લાખનો આંકડો વટાવી ચૂકી છે,સતત દિવસેને દિવસે કોરોનાના દર્દીઓ ઘટવાને બદલે વધી જ રહ્યા છે.

વિશ્વના જુદા જુદા વૈજ્ઞાનિકો કોરોનાની રસી બનાવવા પાછળ છે,કેટલીક રસીનું તો માનવ પરિક્ષણ પણ શરુ થઈ ચૂક્યું છે,ત્યારે હાલમાં જ ઓક્સફોર્ડ દ્રારા કોરોનાની વેક્સિન બનાવીને તેનું માનવ પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું છે જે પહેલા તબક્કે સફળ સાબિત થયું છે ત્યારે આગળના પ્રયત્નમાં તેનું પરિક્ષણ હવે કરવામાં આવનાર છે ,કોરોનાથી બચવા હવે સમગ્ર વિશ્વના લોકોનઆ વેક્સિન પર આશ લગાવીને બેઠા છે.

આરોગ્ય મંત્રાલય પાસેથી મળતી માહિતી મુજબ, 22 જુલાઈની સવાર સુધી કોરોના વાયરસના 11,92,915 સંક્રમિત દર્દીઓની પુષ્ટિ કરવામાં આવી છે. તે જ સમયે, દેશમાં કોરોના વાયરસના કારણે 28,732 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.તેથી વિશેષ 7,53,050 કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરી તેઓને સ્વસ્થ કરવામાં આવી ચૂક્યા છે.જે એક સારી બાબત કહી શકાય.

જોકે હવે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 12 લાખને વટાવી ગઈ છે. સત્તાવાર માહિતી બીજા દિવસની સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે.આજના કોરોનાના દર્દીઓનો આંક કાલે સવારે બહાર પાડવામાં આવે છે,આજ સવાર સુધીની જો વાત કરીએ તો 12 લાખને પાર કોરોનાનો આકંડો પહોચ્યો છે.

સ્વસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ રિકવરી રેટ 63.17 થયો છે,દેશમાં મહારાષ્ટ્ર રાજ્ય કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે,અહી અત્યાર સુધી 3.27 લાખથી વધુ કોરોનાના દર્દીઓની ઓળખ કરવામાં આવી છે,ત્યાર બાદ બીજા સ્થાન પર તમિલનાડૂ આવે છે અહી 1.80 લાખથી પણ વધુ દર્દીઓની પુષ્ટિ કરવામાં આવી છે,જ્યારે આ બાબતે ત્રીજા સ્થાન પર દિલ્હીનો સમાવેશ થાય છે જ્યા કોરોનાના દર્દીઓનો આંકડો 1.25 લાખને પાર થયો છે.

સાહીન-

Exit mobile version