Site icon hindi.revoi.in

અયોધ્યા: રામ મંદિર ભૂમિ પૂજન પર્વ પર નાગપુર સંઘ કાર્યાલય રંગોળીથી સુશોભિત થયું

Social Share

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના ભૂમિપૂજન પર્વને લઇને સમગ્ર દેશમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે ત્યારે નાગપુરમાં આવેલા સંઘના મુખ્ય કાર્યાલયને પણ વિશાળ રંગોળીથી સુશોભીત કરવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રમુખ મોહન ભાગવત પણ ઉપસ્થિત છે.

નાગપુરમાં આવેલા સંઘનાં મુખ્ય કાર્યાલયમાં અનેક રંગોળી બનાવવામાં આવી છે. રંગોળીમાં જય શ્રી રામ, રામ મંદિર નું ચિત્રણ કરવામાં આવ્યું છે.

 

ઉલ્લેખનીય છે કે મોહન ભાગવત પણ આ ઐતિહાસિક પળના સાક્ષી બન્યા છે,તેઓ રામ મંદિરના પરિસરમાં ભૂમિ પૂજનથી લઈને શિલાન્યાસ સુધીના તમામ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

Exit mobile version