Site icon hindi.revoi.in

રાજધાની દિલ્હીમાં કોરોના કહેર વચ્ચે સુરક્ષા અને સતર્કતા સાથે શરુ થશે મેટ્રો સેવા-યાત્રીઓએ કરવું પડશે અનેક નિયમોનું પાલન

Social Share

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી છે ત્યારે ઘીમે-ઘીમે દેશની ગતિવિધિઓ હવે સામાન્ય થતી જોવા મળી રહી છે, અનેક સુવિધાઓ ફરીથી શરુ કરવામાં આવી રહી છે, લોકડાઉન બાદ અનલોક 4મા સરકાર દ્વારા ઘણી છૂટછાટ અપાઈ ચૂકી છે ત્યારે હવે દેશની રાજધાની દિલ્હીમાં મેટ્રો પોતાની રફતાર પકડશે.

અનલોક 4 અંતર્ગત સરકારએ મેટ્રોને શરુ કરવાની પરવાનગી આપી દીધી છે, આ સાથે જ દેશની રાજધાની દિલ્હીમાં પણ હવે મેટ્રો પહેલાની જેમ પાટ પર દોડતી જોવા મળશે , આનવારી 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવાઓ શરુ થવા જઈ રહી છે ત્યારે યાત્રીઓ એ ખાસ ધ્યાન આપવાની અનિવાર્યતા છે, કોરોનાના કારણે તમામ મુસાફરોએ અનેક નિયમોનું ચોક્કસપણે પોલન કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે જ્યારે દેશમાં કોરોના વાયરસ નહોતો ત્યારે સમગ્ર જનજીવન તદ્દન સામાન્ય જોવા મળતું હતુ પરંતુ છેલ્લા 6 મહિનાથી સામાન્ય જીવનમાં ઘણો ફેરફાર આવી ચૂક્યો છે, સરકારે મેટ્રો શરુ કરતા એસઓપી અને ગાઈડલાઈન રજુ કરી છે.

મુસાફરી દરમિયાન આ નિયમોનું કરવું પડશે પાલન

આવનારી 7 સપ્ટેમ્બરથી સામાન્ય લોકો માટે દિલ્હીમાં મેટ્રો સેવા ફરી શરૂ કરવામાં આવનાર છે. આ દરમિયાન તબક્કાવાર રીતે મેટ્રોનું સંચાલન કરવામાં આવશે અને ધીરે-ધીરે મેટ્રોની તમામ લાઈનો ચાલુ કરવામાં આવશે.

સાહીન-

Exit mobile version