Site icon Revoi.in

આ રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી લંબાવાયું લોકડાઉન-અનેક નિયમોના પાલન સાથે છૂટછાટ આપવામાં આવી

Social Share

દેશના રાજ્ય તામીલનાડૂમાં આવનારી 31 ઓગસ્ટ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે,રવિવારના રોજ સમગ્ર પ્રદેશમાં લોકડાઉન લાગુ રહેશે,જો કે તે સાથે કેટલીક બાબતોમાં છૂટ પણ આપવામાં આવી છે,હાલમાં જે કાર્યાલયોમાં 50 ટકાની સંખ્યા સાથે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તે સંખ્યા વધારીને હવે 75 ટકા સ્ટાફને મંજુરી આપવામાં આવી છે,આ સાથે જ કન્ટેન્ટમેન ઝોનમાં કડક નિયમો લાગુ કરાશે,આ સમગ્ર બાબતનો ઉલ્લેખ રાજ્ય સરકાર દ્રારા રજુ કરવામાં આવેલી એડવાઈઝરીમાં કરાયો છે.

આ રજુ કરવામાં આવેલી સુચનામાં કહેવામાં આવ્યું છે કે,1 લી ઓગસ્ટથી વગર એસી વાળી હોટલોમાં 50 ટકા લોકોની સંખ્યા સાથે ભોજન લઈ શકાશે,જો કે આ નિયમોમાં નરમ વલણ દરમિયાન તમામ લોકોએ શારિરીક અંતર જાળવવાનું રહેશે,સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુઘી હોટલોમાં ભોજન કરાવની છૂટ આપવામાં આવી છે,ત્યાર બાદ રાત્રીના 8 વાગ્યા સુધી માત્ર પાર્સલ સુવિધા આપવામાં આવશે.

તમામ મંદિર,મસ્જિદ અને ચર્ચ જેની રેવન્યુ 10 હજારથી ઓછી છે તે લોકો માટે ખુલ્લા મૂકવામાં આવશે,જો કે આ સમયગાળા દરમિયાન તેઓએ તમામ માનક સંચાલન પ્રક્રિયા એટલે કે એસપીઓ ફોલો કરવાની રેહેશે,તે સાથે જ શાકભાજીની તમામ દુકાન અને લારીઓ સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે,તો બીજી તરફ ફર્નિચર,ટેક્સટાઈલ અને બીજી કેટલીક દુકાનો પણ સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે.

ઈ-કોમર્શિયલના માધ્યમથી દરેક પ્રકારની ચીજ-વસ્તુઓ મંગાવી શકાશે,એક રાજ્યમાંથી બીજા રાજ્ય તથા એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં પ્રવેશતા વખતે ઈ-પાસ બતાવવું જરુરી બનશે,તો દરેક પ્રકારના શોપિંગમોલ બંધ રખાશે,તે સાથે જ તમામ નાગરિકોને પ્રવાસ ન કરવાની અપીલ પણ કરવામાં આવી છે,તો બીજી બાજુ સરકારકી વાહનો પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવશે.ઉલ્લેખનીય છે કે સતત વધતા કોરોનાના સંક્રમણને લઈને સરકાર દ્રારા આ પ્રકારના પગલા ભરવામાં આવી રહ્યા છે.

સાહીન-