Site icon Revoi.in

સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાએ તોડ્યો રેકોર્ડ , IMDB રેટિંગ 10માંથી 10

Social Share

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાએ રિલીઝ સાથે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આઇએમડીબી રેટિંગ દ્વારા આ મૂવીને 10 માંથી 10 સંપૂર્ણ રેટિંગ આપવામાં આવ્યા છે. આ જોઈને સુશાંતના ફેંસ ખૂબ જ ખુશ છે. દિલ બેચારા 24 જુલાઈએ સાંજે 7.30 વાગ્યે ડિજિટલ પ્લેટફોર્મ પર રીલિઝ થઈ ચૂકી છે.

આ મૂવીનું નિર્દેશન મુકેશ છાબરાએ કર્યું છે. તો, સંજના સાંઘીએ એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો છે. સ્વસ્તિકા મુખર્જી, શાશ્વત ચેટરજી અને સાહિલ વેદે પણ તેમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

સુશાંત સિંહ રાજપૂત છેલ્લીવાર જ્યારે સ્ક્રીન પર જોવા મળ્યો ત્યારે દરેકની આંખો અશ્રુભીની થઈ હતી. તેને જોઈ ફેંસ ભાવુક થઈ પોસ્ટ શેર કરી રહ્યા છે. તેનું સ્મિત, અભિનય, જીવંતતા જોઈને કોઈ પણ માનવા તૈયાર નથી કે હવે સુશાંત આ દુનિયામાં નથી. ફેંસનું કહેવું છે કે આ ફિલ્મની કહાની સુશાંતના જીવન સાથે ખૂબ સમાન છે.

સુશાંતે પોતાની એક્ટિંગ કારકીર્દિની શરૂઆત ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ સાથે કરી હતી, જે દિલ બેચારા પર અટકી ગઈ હતી. તેણે ટીવી સીરિયલ પવિત્ર રિશ્તાથી લોકપ્રિયતા મેળવી હતી અને કાઇપો છે, એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી અને છીછોરે જેવી ફિલ્મોમાં તેમના શાનદાર અભિનયથી ફેંસનું દિલ જીતી લીધું હતું.

_Devanshi