Site icon Revoi.in

બીસીસીઆઈ અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીનો આજે છેલ્લો દિવસ

Social Share

મુંબઈ: ટીમ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીનો બીસીસીઆઈ પ્રમુખ તરીકે 27 જુલાઈએ છેલ્લો દિવસ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના હાલના સંવિધાન મુજબ કોઈપણ વ્યક્તિ સતત 6 વર્ષ સુધી બોર્ડ અથવા તેની શાખાઓમાં બેસી શકે છે, જે મુજબ આજે ગાંગુલીનો કાર્યકાળ સમાપ્ત થશે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે શું ગાંગુલી પોતાનું પદ છોડે છે કે નહીં.

બીસીસીઆઇએ હાલમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે. જેમાં બોર્ડના હાલના સંવિધાનમાં સુધારા-વધારાની વિનંતી કરી છે. હવે ગાંગુલી અને જય શાહના ભાવિનો નિર્ણય 17 ઓગસ્ટે થશે, જ્યારે આ કેસની સુનાવણી કરશે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ગાંગુલી માટે આગળનું પગલું શું હશે ?

22 જુલાઈ 2020ના રોજ સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ બેંચમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા શરદ બોબડે અને જસ્ટિસ એલ. નાગેશ્વર રાવે એક ઓર્ડર પાસ કરતા કહ્યું હતું કે, આનાથી જોડાયેલ મામલાની સુનાવણી 17 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. બીસીસીઆઈએ ઘણા નિયમોમાં સુધારા-વધારાની વિનંતી કરી છે. જેને ઓગસ્ટ 2018માં સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી. તે સમયે આ નિયમો ન્યાયાધીશ આરએમ લોઢાની ભલામણો હેઠળ બનાવવામાં આવ્યા હતા.

2019માં બીસીસીઆઈમાં બિનહરીફ સૌરવ ગાંગુલી અને જય શાહને ચુંટવામાં આવ્યા હતા, જોકે જય શાહનો કાર્યકાળ મે મહિનામાં જ સમાપ્ત થઇ ગયો હતો. 9 ઓગસ્ટ 2018ના રોજ બીસીસીઆઈના નવા સંવિધાને મંજૂરી આપવામાં આવી હતી અને તેનું પાલન હજી સુધી કરવામાં આવી રહ્યું છે. હવે ગાંગુલી અને શાહને 17 ઓગસ્ટ 2020ના નિર્ણયની રાહ જોવી પડશે. તે પછી જ બંને દિગ્ગજો માટે વલણ સ્પષ્ટ થશે.

_Devanshi