Site icon hindi.revoi.in

પતિએ વ્હોટ્સએપ પર આપી ત્રણ તલાકઃમુંબઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

Social Share

થોડા દિવસ પહેલાજ રાજ્યસભામાં ટ્રીપલ તલાકનું બિલ પાસ થયું છે જેને લઈને મુસ્લિમ મહિલાઓને રાહત થઈ છે પરંતુ ગણતરીના દિવસોમાં જ મહારાષ્ટ્રના મુંબઈ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોતાના પતિ વિરુદ્વ ફરિયાદ નોંધાવી છે કે તેના પતિએ વ્હોટ્સએપ પર તેને ત્રણ તલાક આપી છે,જ્યા એક બાજુ સરકાર મહિલાઓના હિતમાં કાયદાઓ ધડી રહી છે તો બીજી બાજુ હજુ પણ પુરુષો આ પ્રકારની હરકત કરતા રહે છે.

મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં ત્રણ તલાકની એક ઘટના સામ આવી છે, મુસ્લિમ મહિલાએ તેના પતિ વિરુદ્ધ મુંબઈ સ્થિત પોલીસ સ્ટેશનમાં ત્રણ તલાક આપવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે તેના પતિએ ફોનમાં વોટ્સએપ પર ત્રણ તલાક કહી લગ્ન જીવનનો અંત લાવવાનું પગલું ભર્યું છે . પોલીસે મુસ્લિમ મહિલા અધિનિયમ મુજબ આ મહિલાના પતિ વિરુદ્વ કેસ નોંધ્યો છે.

ત્યારે ત્રણ તલાકની આ પહેલી ઘટના નથી. પહેલા પણ અગાઉ ઉત્તરાખંડથી ત્રણ તલાકનો કેસ નોંધાયો હતો, આ ઘટનામાં મહિલાને તેના પતિએ 31 જુલાઈના રોજ એ ત્રણ તલાક આપી હતી. કેસમાં દહેરાદૂનના એસએસપી નિવેદિતા કુકરેતીએ કહ્યું હતું કે મામલામાં લાગતી ઘારાઓ મુજબ મે કેલ નોંધ્યો છે અને હવે આગળની કાર્યવાહી કરીશું અને આરોપી વિદુદ્વ ચોક્કસ પગલા પણ ભરવામાં આવશે.

ત્રિપલ તલાક કાયદો લાગુ થયા બાદ હરિયાણામાં સૌપ્રથમ ત્રમ તલાકની ફરિયાદ નોંધાવામાં  આવી હતી. જેમાં મેવાતની નુહમાં રહેનારી સાજિદાએ તેના પતિ સલાહુદ્દીન વિરુદ્ધ ધ મુસ્લિમ મહિલા પ્રોટેક્શન રાઇટ એન્ડ મેરેજ એક્ટ 2019  મુજબ ફરિયાદ દાખલ કરી હતી.તે મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિ અને સાસરિયાઓ  દ્વારા તેને હેરાન કરવામાં આવી હતી  જેને લઈને તે મહિલાએ પોલીસમાં  ફરિયાદ કરતા તેના પતિ ઉશ્કેરાયા હતા ને તેને ફોન કરીને ફોન પર જ  ત્રણ તલાક આપી હતી.ત્યારે ઉલ્લેખનીય છે કે હવે ભારત દેશમાં ટ્રિપલ તલાક બિલમાં 3 વર્ષની જેલની  સજા અને દંડની જોગવાઈ આવી થઈ ચુકી છે, હવે  ટ્રિપલ તલાક ગુનો છે અને  ગેરકાયદેસર  છે.

Exit mobile version