Site icon hindi.revoi.in

ગુજરાતમાં વિકાસની હરણફાળ, વિદેશની જેમ બનશે 70 માળની બહુમાળી ઈમારતો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હાલ 22-23 માળની ઈમરતો જોવા મળે છે. પરંતુ આગામી વર્ષોમાં ગુજરાતના શહેરી વિસ્તારોમાં 70 માળની ઈમારતો જોવા મળશે. રાજ્ય સરકારે હવે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર એમ પાંચ શહેરી વિસ્તારોમાં 70 માળની ઈમારતો બનાવવાની મંજૂરી આપી છે. આમ હવે ગુજરાતમાં વિદેશની જેમ બહુમાળી ઈમારતો જોવા મળશે. આ પ્રકારના બિલ્ડીંગ્સની ચકાસણી માટે સ્પેશયલ ટેકનીકલ કમિટીની રચના થશે.

રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ,-ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી અપાશે. રાજ્યમાં હાલ પ્રવર્તમાન નિયમો મુજબ વધુમાં વધુ રર-ર૩ માળના ઊંચા મકાનોના સ્થાને હવે 70 થી વધુ માળની ઇમારતો-આભને આંબતા બિલ્ડીંગ સ્ટ્રકચરનું નિર્માણ થઇ શકશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ 5 મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી ઇમારતોના બાંધકામ માટે હાલ અમલી સીજીડીસીઆર-૨૦૧૭માં ટોલ બિલ્ડીંગ –ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સ આમેજ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં ઊંચી ઇમારતો, ટોલ બિલ્ડીંગ્સ માટેના જે નિયમો મંજૂર કર્યા છે, તેમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ રાખવામાં આવી છે. ટોલ બિલ્ડીંગની આ જોગવાઇ 100 મીટરથી વધુ ઊંચાઇના બિલ્ડીંગ્સને લાગુ થશે. તેમજ બિલ્ડીંગનો આસ્પેક્ટ રેશીયો એટલે કે લઘુત્તમ પહોળાઇ : ઊંચાઇ 1:9 કે વધુ હોય તેને લાગુ થશે. ગુજરાતમાં બહુમાળી ઈમારતોના બાંધકામના કારણે લોકોને રોજગારીની નવી તકો મળશે. એટલું જ નહીં રહેણાક માટે એફોર્ટેબલ આવાસ પણ લોકોને સરળતાથી મળી રહેશે.

Exit mobile version