Site icon hindi.revoi.in

કોરોનાથી જીવન ગુમાવનારા પત્રકારોને સરકાર કરશે હવે આર્થિક મદદ

Social Share

દિલ્હી – કેન્દ્ર સરકારે પ્રેસ માહિતી બ્યુરોની પત્રકાર કલ્યાણ સમિતિના તે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે,જે કોરોના વાયરસને કારણે પોતાનો જીવ ગુમાવનારા 39 પત્રકારોના પરિવારોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાયતા માટે આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે પત્રકાર કલ્યાણ સમિતિ માટે એક વધારાનો ભંડોળ સ્થાપ્યો છે,જેમાં ભારતભરના પત્રકારોનો સમાવેશ થાય છે. બેઠકમાં જેડબ્લ્યુસીએ 39 મૃત પત્રકારોના પરિવારના સભ્યોને 5 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. માહિતી અને પ્રસારણ સચિવ અમિત ખરેની અધ્યક્ષતામાં જેડબ્લ્યુસીની બેઠક મળી હતી.

આ બેઠકમાં એડિશનલ સેક્રેટરી નીરજા શેખર,જોઇન્ટ સેક્રેટરી વિક્રમ સહાય અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના પ્રધાન ડાયરેક્ટર કે.એસ ધતવાલિયા ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જેડબ્લ્યુસીના સભ્યો સંતોષ ઠાકુર,અમિત કુમાર,ઉમેશકુમાર અને ગણેશ બિષ્ટ દ્વારા પત્રકારોનું પ્રતિનિધિત્વ કરાયું હતું. ઠાકુરે વડાપ્રધાન મોદી અને માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરનો આ પ્રયાસ બદલ આભાર માન્યો. ઠાકુરે કહ્યું કે, જેડબ્લ્યુસીએ આરોગ્ય વીમા અને જીવન વીમા યોજનાઓ સહિત પત્રકારો માટેના અન્ય કલ્યાણકારી પગલાઓની પણ ચર્ચા કરી હતી.

ઠાકુરે કહ્યું કે, જે પત્રકારોને ગંભીર બીમારી હતી અથવા તેઓ તેમની નોકરી દરમિયાન અક્ષમ હતા,તેઓ જેડબ્લ્યુસી દ્વારા સરકારની આર્થિક મદદ માટે અરજી કરી શકે છે. ફરજ દરમિયાન મૃત્યુ પામેલા પત્રકારોના પરિવારના સભ્યો નાણાકીય સહાય માટે પણ અરજી કરી શકે છે. પીઆઈબીએ તેની વેબસાઇટ પર એક લિંક આપી છે,જ્યાં પત્રકારો અથવા તેમના પરિવારના સભ્યો સરકાર પાસે મદદ માટે કહી શકે છે.

દેવાંશી-

Exit mobile version