- કોરોના વેક્સિનના પ્રત્યકે વ્યક્તિને આપવામાં ાવશે ડોઝ
- એક વ્ય્કતિના ડોઝનો 400 રુપિયા ખર્ચ
- આ સમગ્ર ખર્ચ ઉઠાવશે સરકાર
દિલ્હીઃ- સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સપડાયું છે ત્યારે હવે દેશમાં વેક્સિનની આતપરતાથી રાહ જોવાઈ રહી છે, કોરોના વાયરસની વેક્સિન આવવાને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે,સરકારે આ અંગે પોતાની યોજનાને અંતિમ રૂપ આપવાનું કાર્ય શરૂ કર્યું છે. આ યોજના મુજબ સરકાર સમગ્ર દેશવાસીઓના રસીકરણ પર 20 હજાર કરોડ રુપિયાનો ખર્ચ કરનાર છે. પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચેલી આ યોજના પ્રમાણે સરકાર દરેક વ્યક્તિ પર આશરે 400 રૂપિયા ખર્ચ કરશે, જેમાં બંને વેક્સિનના ડોઝનો ખર્ચ શામેલ હશે.
વેક્સિનના આ ભાવ સરકારના નિયંત્રણ હેઠળ છે. જો વેક્સિન સીધી માર્કેટમાં ઉપલબ્ધ થાય છે, તો વેક્સિનનો ખર્ચ વધારે પણ થઈ શકે છે. રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની વિશિષ્ટ માહિતી પ્રમાણે, સરકાર કોરોના વેક્સિનના ડોઝ માટે 210 રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે
મતદાન કેન્દ્રોની જેમ દેશભરમાં રસીકરણ માટે કેન્દ્રો બનાવવામાં આવશે. આ કેન્દ્રો શાળાઓ, હોસ્પિટલો, પંચાયત કચેરીઓ વગેરે સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે. સમાન અધિકાર હેઠળ દેશના તમામ રાજ્યોમાં વેક્સિન પુરી પાડવામાં આવશે. સૌ પ્રથમ કોરોના વેક્સિનનો ડોઝ દેશના 300 કરોડ લોકોનો આપવામાં આવશે.
સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના ડોક્ટરોને ખાસ જવાબદારી સોંપાશે
જાન્યુઆરી વર્ષ 2021થી વેક્સિનના ડોઝ સંગ્રહ કરવાનું કાર્ય શરૂ થશે. આ માટે ભારતના આરોગ્ય મંત્રાલય, આઈસીએમઆર, ડ્રગ કંટ્રોલર સહિતના તમામ વિભાગો દ્રારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે, આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, સરકાર અને ખાનગી હોસ્પિટલના ડોક્ટરોને આ અભિયાન માટેની વિશેષ જવાબદારી સોંપવામાં આવશે. લોકોની ભાગીદારીના પ્રયત્નોની સાથે તેમને જરૂરી તાલીમ પણ આપવામાં આવશે.
વેક્સિન માર્કેટમાં આવશે તો પણ સરકાર તેના ભાવ નક્કી કરશે
મળતી માહિતી પ્રમાણે વેક્સિનની કિંમત 600 રૂપિયાથી વધુ નહીં થાય આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં આ વિચાર ચાલી રહ્યો છે કે માર્કેટમાં વેક્સિન 600 રૂપિયાથી વધુ વેચવામાં આવશે નહીં. જો વેક્સિન માર્કેટમાં ઉપલબ્ધ થશે તોપણ સરકાર તેની કિંમત નક્કી કરશે. તે પછી જ ફાર્મા કંપનીને વેક્સિન માર્કેટિંગ કરવાની પરવાનગી મળશે.
રસીકરણ માટે 55 હજાર કરોડ ખર્ચની સંભાવના
એક વર્ષનું આરોગ્ય બજેટ વેક્સિનના પાછળ ખર્ચ કરવામાં આવશે અધિકારીઓના જણાવ્યા મુજબ, વાર્ષિક આરોગ્ય બજેટની લગભગ રકમ કોરોના વાયરસ રસીકરણ પ્રોગ્રામ પર ખર્ચવામાં આવશે. ભારતનું વાર્ષિક આરોગ્ય બજેટ લગભગ 65 હજાર કરોડ છે. રસીકરણ માટે લગભગ 55 હજાર કરોડ રૂપિયા ખર્ચ થઈ શકે છે.
સાહિન-