Site icon hindi.revoi.in

સરકારે સંસદમાં કહ્યું દેશભરમાં માત્ર 54 ટકા કચરાનો નિકાલ થાય છે

Social Share

ઉત્તર પૂર્વ મૂંબઈ લોકસભા સીટ પરથી બીજેપીના સાંસદ મનોજ કોટકે 26 જુલાઈએ પુંછ્યુ હતુ કે શું સરકાર વાતથી સહેમત છે કે ભારત દેશે કચરાના નિકાલ અને કચરા વ્યવસ્થાપન સુવિધો માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે આ સવાલનો જવાબ પતા પર્યાવરણ મંત્રી બાબુલ સુપ્રિયોએ જણાવ્યું હતું કે શહેર મંત્રાલયની સુચના મુજબ દેશમાં નક્કર કચરાનું પ્રમાણ 1.45 લાખ ટન પ્રતિ દિવસનું છે જે પ્રતિ વર્ષ 529 લાખ ટન છે. દેશમાં 54 ટકા કચરા પર પ્રક્રિયા કરવામાં આવી રહી છે. બાકીનો કચરો ડમ્પિંગ ગ્રાઉન્ડ પર રાખવામાં આવે છે

કચરા વિષયક ઠોસ માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતુ કે  શહેરી ઘન કચરો વ્યવસ્થાપન નિયમ, 2016 માં કચરામાથી ઉર્જા બનાવતા યંત્રોની સાથે મંત્રાલયો, સ્થાનિક સંસ્થાઓ અને ગ્રામ પંચાયતોની જવાબદારી નિશ્ચિત કરવામાં આવી છે. આ ઉપરાંત ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે ઘન કચરો એકત્ર કરવા તેને લગતી માર્ગદર્શિકા રજુ કરી હતી આ માર્ગદર્શિકામાં તેમની ગ્રેડિંગ અને લિફ્ટિંગની મીહિતી આપવામાં આવી છે આ ઉપરાંત મંત્રીએ જણાવ્યું હતું કે, નક્કર ઘન કચરા વ્યવસ્થાપનને લગતા પ્રોજેક્ટ માટે 2014-15થી 2019-20ના ગાળામાં, ,24૨.2.૨4 કરોડની ફાળવણી કરવામાં આવી છે

Exit mobile version