Site icon hindi.revoi.in

ડોન દાઉદ ઈબ્રાહિમ સામે સરકારે કરી મોટી કાર્યવાહી – સંપત્તીની થશે હરાજી

Social Share

દાઉદ ઈબ્રાહીમ નામ સાંભળતાની સાથે જ આપણા દિમાગમાં એક કુખ્યાત ડોનનો ચેહરો સામે આવી જાય એ વાત સ્વાભાવિક છે.  છેલ્લા કેટલાય વર્ષોથી આ નામ ડોન જગતમાં ખુબ જ પ્રચલીત છે જે દેશ ને દુનિયામાં ક્યાંક સંતાઈને રહી રહ્યો છે,અનેક કેસોમાં સંડોવાયેલા દાઉદ સામે હવે ભારત સરકારે સખ્ત વલણ દાખવ્યું છે.

દેશમાં બોમ્બ બ્લાસ્ટ કરવાના મામલે દાઉદનું મોટૂ નામ છે આ સાથે જ એનેક હત્યાઓ પણ તેણે કરી હતી ત્યારે હવે કેન્દ્ર સરકારે દાઉદ સામે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનીપુલેટર્સ  એક્ટ હેઠળ દાઉદની સંપતિની હરાજી થશે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ પર મોદી સરકારનો સંકજો વધુ કસાઈ રહ્યો છે. દાઉદ ઈબ્રાહીમની વિદેશી મિલ્કતોમાંથી કેટલીક સંપત્તિ જપ્ત થયા બાદ હવે ભારતમાં રહેલી તેની પ્રોપર્ટી નિશાના પર આવી ચૂકી છે.

મોદી સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે વનારી 10 નવેમ્બરના રોજ ડોન દાઉદની 7 સંપત્તીની હરાજી થવા જઈ રહી છે,કોરોના કાળને ધ્યાનમાં રાખતા આ સંપત્તિની હરાજી ઓનલાઈન વિડિયો કોન્ફોરન્સના માધ્યમથી કરવામાં આવનાર છે, આ હરાજી અત્યાર સુધીની દાઉદની પ્રોપર્ટીની સૌથી મોટી હરાજી હશે, આ સાથે જ બોલી લગાવનારાઓને પ્રોપર્ટી જોવા માટે 2 નવેમ્બર સુધીની સમય મર્યાદા પણ આપવામાં આવી છે,

આ સાથૈે જ દાઉદની રત્નાગિરિમાં મુંબાકે ગામમાં આમાથી 6 પ્રોપર્ટી આવેલી છે.જેમાં જમીનનો સમાવેશ થાય છે, ઉલ્લેખનીય છે કે,વર્ષ 2017 દરમિયાન પણ દાઉદની સંપત્તિની હરાજી કરવામાં આવી હતી જેની કિંમત 3.51 કરોડ આકંવામાં આવી હતી.

સાહીન

 

Exit mobile version