Site icon hindi.revoi.in

મુંબઈના ડોંગરીમાં ચારમાળની ઈમારત ધરાશાયીઃ 7 લોકોના મોત

Social Share

મુંબઈના ડોંગરી વિસ્તારની ઘટના

40 થી 50 લોકો ફસાયા હોવાની શંકા

ચારમાળની ઈમારત જમીનદોસ્ત

ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે

અત્યાર સુધી 7 લોકોના મોત

બચાવકાર્ય શરુ

સાંકડી ગલી હોવાથી  બચાવકાર્યમાં અડચણ

સાંકડી ગલીમાં માવન ચેઈન બનાવીને લોકો કરી રહ્યા છે મદદ

મુંબઈના ડોંગરી વિસ્તારમાં ચારમાળની ઈમારત ધરાશયી થઈ છે આ ઘટનામાં અહિ 40 થી 50 લોકો ફસાયા હોવાની શંકાઓ સેવાઈ રહી છે ત્યારે ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવકાર્ય શરુ કર્યું છે .

મુંબઈ કોર્પોરેશનના જણાવ્યા મુજબ આજે 11 વાગ્યે આસપાસ  ડોંગરી વિસ્તારની ટાંડેલ ગલીમાં કેશરબાઈ નામની આ 4 માળની ઈમારતનો અડધો ભાગ જમીનદોસ્ત થઈ ગયો હતો . આ ઈમારત અબ્દુલ હમિદ શાહ દરગાહની પાછળ આવેલી છે જે ખુબજ જુની ઈમારત છે.

ડોંગરી વિસ્તારમાં બનેલી આ ધટનામાં ગલી સાંકડી હોવાના કારણે ફાયર વિભાગની ટીમને બચાવકાર્યમા અડચણો આવી રહી છે, બચાવકાર્ય ખુબજ મુશ્કેલ થઈ પડ્યુ છે તો સાથે સાથે સ્થાનિક લોકો પણ મદદે આવ્યા છે અને કાટમાળ ખસે઼વામાં મદદ કરી રહ્યા છે,ત્યારે આ ઈમારતને 100 વર્ષ જુની બતાવવામાં આવી રહી છે . હાલ અહિ પુરજોશમાં બચાવ કાર્ય શરુ છે ત્યારે એક બાળક સહિત 6 લોકોને કાટમાળમાંથી નીકાળવામાં આવ્યા છે.જ્યારે ઈજાગ્રસ્ત લોકોને કારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાને નજરે જોનારાનું કહેવું છે કે આ ઈમારત 80 થી 100 વર્ષ જુની છે જેમાં 8 થી દસ પરિવાર રહેતા છે જ્યારે ઈમારત પડી ત્યારે આમાં 40 લોકો હતા જ્યારે એક બાળકને જીવતો બહાર કઢાયો છે જ્યારે અન્યને  કાટમાળમાંથી બહાર કાઢવાના પ્રયત્નો શરુ જ છે. ત્યારે આ ઘટનામાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

મુંબઈમાં ઈમારત પડવાની કે દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ અવાર-નવાર થતી હાય છે ત્યારે એક નજર કરીયે  મુંબઈની ભૂતકાળની ઘટેલી ઘટનાઓ પર.

મલાડમાં 2 જુલાઈએ દિવાલ પડવાથી  13 લોકોના  મોત થયા હતા ત્યાર બાદ પૂણેમાં પણ દિલાવ ધરાશાયી થવાથી 7 લોકોના મોત થયા હતા, 2 જુલાઈના જ દિવસે પૂણેમાં સિંહગઢ કોલેજની એક દિવાલ ધરાશાયી થઈ હતી જેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

Exit mobile version