Site icon hindi.revoi.in

ટ્વિટરને ટક્કર આપવા ભારતે બનાવી નવી એપ

Social Share

નવી દિલ્લી: ટ્વિટરને ટક્કર આપવા માટે ભારતે KOO એપ બનાવી છે. ભારતમાં લેંગ્વેજ બેસ્ડ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મનો ટ્રેન્ડ ધીરે ધીરે વધી રહ્યો છે. આ વચ્ચે ભારતમાં ‘કુ’ એપ લોન્ચ કરવામાં આવી છે જે ભારતીય લોકોને તેમના ભાષામાં તેમના વિચારો શેર કરવા માટે એક પ્લેટફોર્મ આપશે. એક અહેવાલ મુજબ, ભારતમાં હજી પણ મોટાભાગના લોકો અંગ્રેજીને બદલે પોતાની ભાષામાં બોલવાનું પસંદ કરે છે. એવામાં Koo App જેવા પ્લેટફોર્મ ખૂબ મહત્વનું હોઈ શકે છે, જ્યાં લોકો તેમની ભાષામાં અન્ય લોકો સાથે ચેટ કરી શકશે.

આ એપ ટ્વિટર જેવી જ છે. આમાં, વસ્તુઓ પોસ્ટ કરી શકાય છે, સાથે સાથે ફોટોગ્રાફ્સ અને વીડિયોને પણ એટેચ કરી શકાય છે. આ ઉપરાંત અન્ય પોસ્ટ પર કમેન્ટ કરવાની સાથે તમે તેમને ફોલો પણ કરી શકો છો. આમાં તમને ઓડિયો , વિડીયો અને ટેક્સ્ટ ત્રણેયનો ઓપ્શન મળશે.

કંપનીએ આ પ્લેટફોર્મમાં હિન્દી સિવાય તમિલ, કન્નડ અને તેલુગુ ભાષાઓમાં લોન્ચ કરી છે. તો કંપની આવનાર સમયમાં મરાઠી, ગુજરાતી, પંજાબી, આસામી, બાંગ્લા, મલયાલમ, ઉડિયા જેવી ભાષાઓનો પણ આ પ્લેટફોર્મમાં સામેલ કરશે. કંપનીએ આ એપ્લિકેશનને એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને માટે ઉપલબ્ધ કરી છે.

_Devanshi

Exit mobile version