Site icon hindi.revoi.in

ફિલ્મ અભિનેતા અક્ષય કુમારનો વર્ષો બાદ પ્રથમ સ્ક્રીન લુક વીડિયો થયો વાયરલ

Social Share

મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર વર્ષોથી પોતાના અભિનયથી ચાહકોના દીલમાં રાજ કરી રહ્યાં છે. અક્ષય કુમાર હવે મોટાભાગે સામાજીક મુદ્દા ઉપર બનેલી ફિલ્મોમાં જ વધારે જોવા મળે છે. દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કરનારા ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારનો વર્ષો જુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

એવુ કહી શકાય કે, અક્ષય કુમારે પોતાની પ્રથમ ફિલ્મ બાદ પાછળ વળીને જોયું નથી. અક્ષય કુમારે માર્શલ આર્ટની તાલીમ લીધી છે અને ફિલ્મમાં એકશન હિરોની ઓળખ મેળવી હતી. હવે અક્ષય કુમારનો સ્ક્રીન ટેસ્ટનો વીડિયો વાયરલ થયો છે. અક્ષય કુમારે વર્ષ 1991માં ફિલ્મ સોગંધથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. હવે અક્ષયનો એક વીડિયો જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયાં છે. જે વીડિયો વાયરલ થયો છે. જેમાં જાણીતા અભિનેતા ફારૂખ શેખનો ચેટ શો જીના ઈસી કા નામ હે માં જોવા મળ્યાં હતા. અહીં તેઓ એક ગેસ્ટ તરીકે આવ્યાં હતા. જ્યાં તેમને સ્ક્રીન ટેસ્ટનો વીડિયો દર્શાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં અક્ષય માર્શલ આર્ટ કરતા જોવા મળે છે. જે બાદ એક્ટિંગ સીન ક્રિએટ કરતા જોવા મળે છે. આ વીડિયો અભિનેત્રી નગમા પણ જોવા મળે છે. બંને સાથે રોમેન્ટીક સીન કરતા જોવા મળે છે. ખાસ વાત એ છે કે, ફારૂખ શેખના શોમાં અક્ષય કુમાર પોતાના સ્ક્રીન ટેસ્ટનો વીડિયો જોઈને હસવા લાગે છે અને કહે છે કે, વાળ કેટલા લાંબા છે.

વીડિયો ખતમ થયા બાદ અક્ષય કુમાર કહે છે કે, મને લાગે છે કે આપ નોકરીમાંથી નીકળાવશો. અક્ષયનો આ વીડિયો હવે ફરીથી પ્રસંશોમાં ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેમજ અક્ષય કુમારીના વખાણ કરી રહ્યાં છે. અક્ષય કુમાર પાસે હાલ ફિલ્મોની લાઈનો લાગી છે. અક્ષય કુમાર જલ્દીથી 4 સૂર્યવંશી, અતરંગી રે, પૃથ્વીરાજ, બચ્ચન પાંડે, રામસેતુ અને બેલ બોટમ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

Exit mobile version