- કોરોના વેક્સિનનો પ્રથમ તબક્કો અંંતિમ કાર્યગતિમાં
- દરેક લોકોની નજર કોરોનાની વેક્સિન પર
- ઓક્સફોર્ડની વેક્સિન પર કાર્ય શરુ કરવામાં આવ્યું
- ઝાયડસ કેડિલા મારફત બનાવામાં આવેલી ZyCOV-Dનો પ્રથમ ફેઝ પુરો
- ભારત બાયોટેક હેઠળ કુલ 12 સેન્ટરમાં વેક્સિન પર પરિક્ષણ ચાલી રહ્યું છે
રશિયાએ તાજેતરમાં જ કોરોનાની વેક્સિનનું એલાન કર્યું છે,જેને લઈને સમગ્ર વિશ્વામાં અનેક પ્રકારની હલચલ મચવા પામી છે, વિશ્વના અનેક દેશો વેક્સિન બનાવાની હોડમાં લાગ્યા છે,સમગ્ર વિશ્વમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે, આવી સ્થિતિમાં દરેક લોકો કોરોનાની વેક્સિન પર મીટ માંડીને બેસ્યા છે, હાલ ભારતમાં પણ વેક્સિન બનાવવાનું કાર્ય શરુ જ છે, ત્યારે ભારતની આ વેક્સિનનો પ્રથમ તબક્કો પુરો થવાને આરે છે. પ્રથમ વેક્સિનનો તબક્કો થોડા જ સમયમાં પુરો થતા આવનારા મહિના સપ્ટેમ્બરમાં બીજા તબક્કે કાર્ય શરુ થઈ શકે છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે કમેટી તરફથી ખુબ જ જલ્દી કોરોનાની વેક્સિન બાબતે અહેવાલ સબમિટ કરાની દેવામાં આવશે,આ એહવાલમાંમ પ્રથમ તબક્કાની સંપૂર્ણ જાણકારીનો ઉલ્લેખ કરવામાં આવશે, હવે બીજા તબક્કાનું કામકાજ શરુ કરવામાં આવી ચૂક્યું છે, જેના માટે કેન્ડિડેટની શોધખોળ શરુ કરવામાં આવી ચૂકી છે.
ભારત બાયોટેક હેઠળ કુલ 12 સેન્ટરમાં વેક્સિન પર પરિક્ષણ ચાલી રહ્યું છે,જેમાં દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પ્રથમ તબક્કો હવે એન્ડમાં છે,જ્યારે બીજી 11 વેક્સિન બાબતનું કામકાજ લગભગ પુરુ થવા આવ્યું છે, દિલ્હી એઈમ્સના આ પરિક્ષણમાં માત્ર 16 કેન્ડિડેટ જ સામે આવ્યા હતા જ્યારે તમામ સંસ્થાના આ કેન્ડિડેટની સંખ્યા 375 આસપાસ છે.
મહારાષ્ટ્રના નાગપુરમાં કુલ 55 કેન્ડિડેટને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે, આ વેક્સિન આપ્યા બાદ કેટલા કેસમાં તાવની સમસ્યા જોવા મળી હતી જો કે, તે થોડી વાર પુરતી હતી એટલે કોઈ ચિંતાનો વિષય નહોતો,નાગપુરના આ સેન્ટર દ્વારા પોતોના રિપોર્ટ સબમિટ કરાવવામાં આવી ચૂક્યો છે, તો બીજી તરફ બેલગામ સેન્ટર દ્વારા પણ પ્રથમ ટ્રાયલ પુરુ કરવામાં આવી ચૂક્યું છે,જેમાં માત્રને માત્ર 4 લોકોએ પોતાનું યોગદાન આપ્યું હતું, અહીંનો રિપોર્ટ હજી સુધી જમા કરાવામાં નથી આવ્યો તે સાથે જ બીજા તબક્કાના પરિક્ષણ માટે લોકોની શોધ કરવામાં આવી રહી છે.
હાલ આપણા દેશમાં 3 વેક્સિન પર અલગ અલગ તબક્કે કામ થઈ રહ્યું છે, જેમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને બીજા અને ત્રીના ફએઝ માટે મંજુરી આપવામાં આવી ચૂકી છે, હવે ખુબજ ટૂંક સમયમાં ઓક્સફોર્ડ યૂનિવર્સિટિની વેક્સિનનું પણ પરિક્ષણ શરુ કરવામાં આવશે, આ અંતર્ગત 20 રાજ્યોની અનેક હોસ્પિટલોમાં પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં આઈસીએમઆરના સુચનો પર જુદા જુદા હોટસ્પોટની પસંદગી કરવામાં આવી છે, ઝાયડસ કેડિલા મારફત બનાવામાં આવેલી ZyCOV-Dનો પ્રથમ ફેઝ પુરો થઈ ચૂક્યો છે,જ્યારે બીજા ફેઝ માટે 1 હજાર લોકોને પસંદ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના સતત વધતા કેસ સામે વેક્સિનનું વિકસવું હવે ખુબ જરુરી બન્યું છે અનેક દેશો તરફથી આ દીશામાં કામ કરવામાં આવી રહ્યું છે જેમાં ભારતની વેક્સિન પણ મહત્વનું સ્થાન ધરાવે છે.ભારત દ્વારા તૈયાર થયેલ વેક્સિનનું સંપૂર્ણ પરિક્ષણ પુરુ થાય તેવી દરેક લોકો આશા સેવી રહ્યા છે.
સાહીન-