Site icon hindi.revoi.in

એર ઈન્ડિયા વનની પ્રથમ ઉડાન- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી યાત્રા

Social Share

દિલ્હી- : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ દેશની પ્રથમ મહિલા સવિતા કોવિંદ સાથે એર ઈન્ડિયા વન બી 77 વિમાનના ઉદ્ધાટનના સમયે ઉડાનના માધ્યમથી ચેન્નઈ માટે રવાના થયા હતા. રાષ્ટ્રપતિ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પૂજા કરવા માટે આંઘ્ર પ્રદેશના તિરુપતિ મંદિરની મુલાકાત પણ લેનાર છે .

આ પહેલા જણાવાયું હતું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મંગળવારનાોરોજ તિરુમાલામાં ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના પ્રાચીન પહાડી મંદિરમાં પૂજા અર્ચના કરશે. સત્તાવાર રીતે મળેલી માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ કોવિંદ આજે પાંચ કલાકની ધાર્મિક યાત્રા કરશે

આ સમગ્ર બાબતે એક અધિકારીએ કહ્યું કે, અહીથી તેઓ પાસ રેનિગુન્ટા હવાઈ મથક પર પહોંચશે અને રાષ્ટ્રપતિ શ્રી તિરુપતિમાં દેવી પદ્માવતીની પૂજા કરશે,ત્ યાર બાદ બપોરના સમયે દર્શન માટે પહાડીઓ પર પોંચશે. આ સાથે જ કોરોનાકાળને ધ્યાનમાં લેતા રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં શામિલ થનારા ઉચ્ચ અધિકારીઓ અને અન્ય લોકોની કોરોનાની તપાસ ફરજિયાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયા વન બોઇંગ 777 એરક્રાફ્ટનું બીજું ખાસ વિમાન છે, જે દેશના પ્રમુખો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન માટે વિદેશ પ્રવાસ માટે ખાસ બનાવામાં આવ્યું છે. તેનું પહેલું વિમાન 1 ઓક્ટોબરના રોજ ભારતમાં  લાવવામાં આવ્યું હતું. આ વિમાનને કસ્ટમાઇઝ કરવાનું કામ અમેરિકાના ડલ્લાસમાં કરવામાં આવ્યું હતું. ભારતે આ વિમાનો માટે 2018 માં બોઇંગ કંપની સાથે કરાર કર્યો હતો.

સાહીન-

Exit mobile version