અમદાવાદ: ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત એવું બન્યું હશે કે એક થેલેસેમિયા મેજર યૂવતી માતા બની હોય અને તેનું બાળક સંપૂર્ણ સલામત હોય , જી હા આવું ખુબજ ઓછા કે નહીવત કિસ્સામાં બનતું હોય છે, જ્યા સામાન્ય યુવતી પ્રેગનેટ હોય ત્યા તેની કેટલીય કાળજીઓ લેવાતી હોય છે તો આ વાત તો છે 26 વર્ષિય અમદાવાદની રહેવાશી કિંજલ શાહની કે જે થેલેસેમિયા નામક રોગથી પીડિત છે અને તેણે 500 વખત બ્લડ ટ્રાન્સફ્યૂઝન કરાવ્યું છે.
26 વર્ષની કિંજલના પતિ એક નવીન લાઠીએ એક મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે “કિંજલની પ્રસૂતિનો પડકાર હું અને મારી પત્ની કિંજલે જીલ્યો હતો ,શરુઆતમાં મે કિંજલને ધણી હિમ્મત આપી અને તે માટે કાઉન્સિલિંગની આવશ્યકતા હતી અને ત્યારે અમારી મદદે વનાર હતા ડૉક્ટર અનિલ ખત્રી અને તેમના પત્ની ઉમા ખત્રી કે જેઓ એ અમલે ખુબજ સાથસહકાર અને હિમ્મત એપીને મારી પત્નીને સાચી દિશામાં માર્ગદર્શન આપ્યું છે ”
ત્યારે કિંજલની ડીલવરી કરાવનારા ડોક્ટરે જણાવ્યું હતું કે પ્રસૂતિ દરમિયાન તંદુરસ્ત યુવતીની પણ ભરપુર કાળજી લેવાતી હોય છે ત્યારે 500 વાર બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવી ચુકેલી થેલેસેમિયા મેજર 26 વર્ષની કિંજલની પ્રસૂતિ કરવાની ચેલેન્જ મેં અને મારી પત્નીએ લીધી હતી. પ્રારંભિક તબક્કે મારી ગાયનેક પત્નીએ મને હિંમત આપી હતી.
જ્યારે વધુમાં ડોકેટરે જણાવ્યું કે થેલેસેમિયાના પિડિયાટ્રિશિયન ડોક્ટર તરીકે મેં કિંજલનું સતત કાઉન્સિલિંગ કર્યું હતું. તેનું હૃદય, લિવર, સ્વાદુપિંડ, થાયરોઇડ અને હોર્મોન્સ બેલેન્સ રાખવા તે દજરેક બાબતનું પુરતુ ધ્યાન લોવાનું હતુ અને પ્રસૂતિ દરમિયાન કેટલીક દવા બંધ કરવા પડે તેમ હતી જે અમે બંધ પણ કરી હતી કારણ કે જ્યારે થેલેસેમિયાનું દર્દી પ્રેગનેટ હોય ત્યારે તેણે પોતોનું તો ધ્યાન રાખવાનું જ હોય છે પણ કેટલીક દવાઓને લઈને પોતાના પેટમાં ઉછરી રહેલા બાળકને તે દવા આડ અસર કરે તેનું પણ ધ્યાન રાખવું ખુબજ જરુરી હતું
પ્રસૂતિ સમયે વધુ બ્લિડિંગ અટકાવવું પણ જરૂરી હતું અને તે એક ચેલેન્જ હતું તેમ કહી શકાય. આ ચેલેન્જને પૂરુ કરવા માટે શરૂઆતથી જ તકેદારીના ભાગરૂપે એવી દવાઓ આપવામાં આવી હતી, જેને કારણે કિંજલની ડિલિવરી સફળ રીતે થઈ શકે
. થેલેસેમિયાના ડોક્ટર તરીકે હું તે બાબતે ધ્યાન રાખતો હતો અને મારી પત્ની ગાયનેક તરીકે પ્રસૂતિ અંગેની તકેદારી અને તે પ્રકારની દવાઓ આપતા હતા. બંનેના મેનેજમેન્ટને કારણે જ આ ડિલિવરી કરવામાં અમે સફળ રહ્યાછે એમ કહીયે તો કઈ ખોટૂ નથી, આ સમયગાળા દરમિયાન થેલેસેમિયાની દવા પણ બંધ કરવામાં આવી હતી.
દર્દી થેલેસેમિયા મેજર હોવાથી તેના હૃદય, લિવર, સ્વાદુપિંડ, થાયરોઇડ અને હોર્મોન્સ બેલેન્સ રાખવા ખબજ જરૂરી હતા. સિઝેરીયન દરમિયાન બ્લિડિંગની શક્યતા વધુ હોય છે. ત્યારે કેટલીક દવા બંધ કરી પ્રસૂતિ દરમિયાન અપાતી ડેસપરલ ઇન્જેક્શન દરરોજ 10થી 12 કલાક પંપ દ્વારા અપાતી હતી, તેને કયારેક શ્વાસ લેવામાં તેમજ ચાલવામાં સમસ્યા હોવાથી અમારા માટે તો આ એક પડકાર જ હતો.
ત્યારે કિંજલ અને તેના પતિ અનિલ લાઠીએ જણાવ્યું હતુ કે મારા પિવારે પણ મને અને કિંજલને ખુબજ હિમ્મત આપી હતી.ગાયનેક ઉમા ખત્રી અને અનિલ ખત્રીના કાઉન્સિલિંગ અને સહકારથી અમારુ બેબી પ્લાનિંગનું સપનું સાકાર થયું છે.