Site icon hindi.revoi.in

ગણેશજીના ભક્તોને છે ચલણનો ડરઃપંડાલમાં હેલમેટની ભરમાર

Social Share

આજે ગણપતિજીનું વિસર્જન એટલે ઠેર-ઠેર ઉત્સાહનો માહોલ, ત્યારે આ ઉત્સાહના માહોલ વચ્ચે સુરત શહેરમાં એક અનોખી પહેલ જોવા મળી હતી જેમાં ગણેશની આરતી કરવા આવેલા ભક્તો હેલમેટ પહેરીને આવ્યા હતા આ દ્રશ્ય જોતાજ સૌને ખ્યાલ આવી જાય કે આ ભક્તો નવા આવેલા ટ્રાફિકના નિયમોનું પાલન કરી રહ્યા છે, અને એક સારો મેસેજ લોકો સુધી પહોચાડવાનો અનોખો પ્રયાસ કર્યો છે,આ પંડાલમાં આવેલી એક મહિલાએ કહ્યું હતું કે ,સરકારે જે કોઈ નિયમ બનાવ્યો છે તે આપણી સુરક્ષા માટે જ છે ,જેનો આપણે અમલ કરવો જ જોઈએ.

દેશમાં ટ્રાફિકના નિયમો બદલાયા છે, હવે નિયમોનું ઉલ્લંઘન કરવા માટે નવા નિયમ હેઠળ ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે.ત્યારે આ દ્રશ્યો ગુજરાતના સુરત શહેરમાં જોવા મળ્યા છે, જેને આપણે ટ્રાફિક નિયમોની જાગૃતિ અથવા નવા ટ્રાફિક નિયમોનો ડર કહી શકીયે.સુરતમાં ભગવાન ગણેશના પંડાલમાં લોકો હેલ્મેટ પહેરીને આરતી કરતા જોવા મળ્યા હતા.જે જોઈને કુતૂહલતા સર્જાય તે વાત સ્વાભાવિક છે.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા નંદની-1માં ગણેશ પંડલમાં ભગવાન ગણેશને વિદાય આપવા માટે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ આરતીમાં ભાગ લેનારા મોટાભાગના શ્રદ્ધાળુઓ હેલ્મેટ પહેરીને અહી આવ્યા  હતા. બપ્પાની આરતી પર પહોંચેલી એક મહિલાએ કહ્યું કે “હેલ્મેટ પહેરીને તે ભગવાન ગણેશની આરતી દ્વારા સંદેશ આપવા માંગે છે કે દરેકને હેલ્મેટ પહેરવું જોઈએ. તેમણે કહ્યું કે સરકારે જે ફેરફાર કર્યા છે તે પણી સલામતી માટે જ છે”.

ગણેશ પંડાલમાં હેલ્મેટ પહેરીને પહોંચેલી બીજી એક મહિલા કહે છે કે “લોકોએ હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ, અમારો હેતુ સમાજને જાગૃત કરવાનો છે. આ માટે અમે બાપ્પાને પ્રાર્થના કરીએ છીએ. જો કે કોઈ સામાજિક સંદેશો આપવો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું આ બન્ને વાતમાં મોટો તફાવત છે”, એવું કહેવામાં આવી રહ્યું છે કે બપ્પાને વિદાય આપવા માટે  લોકોના મનમાં ચલણનો ડર છે.ત્યારે આજે ગણેશ વિસર્જનના દિવસે ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં ભક્તો  ભગવાનને વિદાય આપવા માટે હેલ્મેટ પહેરીને પંડાલમાં પહોંચ્યા હતા

Exit mobile version