Site icon hindi.revoi.in

દેશની આ મોટી ઈ-કોમર્સ કંપનીએ 200 કર્મચારીની છટણી કરી

Social Share

ઈ કોમર્સ કંપની શૉપક્લૂઝએ મોટા પાયે કર્મચારીઓની છટણી કરી છે,એક મિડિયાના રિપોર્ટસ મુજબ આ નામાંકિત કંપનીએ 200 લોકોને નોકરીમાંથી હાકી કાઢ્યા છે.જેનું કારણ માનવામાં આવી રહ્યું છે કે ખરીદી કરનારને શોધવાના કંપનીના પ્રયાસો નિષ્ફળ ગયા છે.


કંપની સતત ખોટમાં ચાલી રહી છે ઈ કોમર્સ માર્કેટમાં સતત હરીફાઈને લઈને શૉપક્લૂઝ કંપની ખોટમાં ચાલી રહી છે માર્ચ 2018માં કંપનીને અંદાજે 208 કરોડનું નુકશાન થયું છે એક મિડિયાના રિપોર્ટ પ્રમાણે કંપનીએ પોતાનું આર્થિક સમતુલન જળવાઈ રહે તે માટે એડવાઈઝરની મદદ લીધી હતી, મળતી માહિતી મુજબ ખર્ચમાં કટોકટી કરવામાટે કંપનીએ 500 કર્મચારીઓની છુટ્ટી કરવી પડે તેમ હતી આ ઉપરાંત ગ્રાહકોનો કંપની પરનો વિશ્વાસ ઘટી ગયો છે. બાકીની જવાબદારી અને દાવાની શક્યતા જેવી ચિંતાઓને કારણે, સ્નેપડીલ માટે શૉપક્લૂઝ એક આકર્ષક વિકલ્પ નથી.

શૉપક્લૂઝમાં ખરીદી કરનારની સંખ્યાની સરખામણીમાં ખરીદી કરીને પાછા મોકલનારની સમખ્યા વધુ હતી જેને લઈને કમપની ખોટમાં જી રહી હતી છેવટે કંપનીએ ઈચ્છતા ન હોવા છતા કંપનીમાં કામ કરતા 200 લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા. સતત વર્તાઈ રહેલી ખોટને લઈને કંપનીએ છેવટે આ નિર્ણય લીધો હતો.

Exit mobile version