- દિલ્હીમાં ઠંડીએ તોડ્યો રેકોર્ડ
- શિયાળાએ 26 વર્ષનો રેકોર્ડ તોડ્યો
- 31 ઓક્ટોબર 1994 ના રોજ તાપમાન 12.3 ડિગ્રી હતું
દિલ્લી: દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીએ દસ્તક દીધી છે અને 26 વર્ષમાં પહેલી વાર ઓક્ટોબર મહિનામાં તાપમાનમાં આટલો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં 29 ઓક્ટોબરે ન્યુનતમ તાપમાન 12.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 1994 પછી ઓક્ટોબર મહિનામાં સૌથી ઓછું તાપમાન છે.
1937માં ન્યુનતમ તાપમાન નોંધાયું હતું
ભારતીય હવામાન વિભાગ દિલ્હી કેન્દ્રના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું કે,’ગુરુવારે દિલ્હીમાં ન્યુનતમ તાપમાન 12.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લી વખત દિલ્હીમાં આટલું ઓછું તાપમાન 1994 માં ઓક્ટોબરમાં નોંધાયું હતું. તેમણે કહ્યું કે 31 ઓક્ટોબર 1937 માં દિલ્હીમાં અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
1994માં કેટલું હતું તાપમાન
હવામાન વિભાગના આંકડા મુજબ, રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં 31 ઓક્ટોબર 1994 ના રોજ ન્યુનતમ તાપમાન 12.3 ડિગ્રી નોંધાયું હતું. ત્યાર બાદ દર વર્ષે ઓક્ટોબરમાં દિલ્હીનું તાપમાન 14-15 ડિગ્રીની આસપાસ હોય છે.
1 નવેમ્બરના રોજ તાપમાન 11 ડિગ્રી થઈ શકે છે
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આ અઠવાડિયે તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. 1 નવેમ્બર સુધીમાં ન્યુનતમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ થવાની સંભાવના છે. વરિષ્ઠ આઇએમડી વૈજ્ઞાનીકે જણાવ્યું હતું કે, આ સમયે આવા ઓછા અને ન્યુનતમ તાપમાનનું મુખ્ય કારણ ક્લાઉડ કવરનો અભાવ છે.
_Devanshi