- મોદી કેબિનેટનો મહત્વોનો નિર્ણય
- 6 એરપોર્ટનું થશે ખાનગીકરણ
- એરપોર્ટ્સ માટે 1 હજાર 70 કરોડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો
સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, કોરોના સંકટને કારણે આર્થિક ગતિવિધિઓનો વેગ ધીમો પડેલો જોઈ શકાય છે, ત્યારે હવે આર્થિક રીતે નવા બદલાવ લાવવાના હેતુથી દેશની સરકાર એ 6 એરપોર્ટનું ખાનગીકરણ કર્યું છે, દેશની સરકાર અવાર નવાર દેશની આર્થિક ગતિવિધિને વેગ આપવામાં સતત કાર્યરત રહે છે,ત્યારે આ દિશામાં એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે.હવે આ પરવાનગી મળતાની સાથે આ દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
દેશના 6 એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું
મંત્રી પ્રકાશ જાવડેકર એ કહ્યું કે, એરપોર્ટ્સ માટે 1 હજાર 70 કરોડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,આ રકમ ઓથોરિટી ઓફ ઈન્ડિયા નાના શહેરોમાં એરપોર્ટના વિકાસ કરવાના કાર્યમાં લગાવશે, જેના થકી યાત્રીઓને સારી સુવિધાઓ આપી શકાશે, તેમણે કહ્યું કે ઓથોરિટી ઓફ ઈન્ડિયા સંપૂર્ણ રીતે એરપોર્ટને પ્રાઈવેટ કંપનીને નહી સોપે, 50 વર્ષનો કાર્યભાર સંભાળ્યા બાદ આ એરપોર્ટ ફરીથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પરત મળશે.
પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, 6 એરપોર્ટના સંચાલન અને વિકાસના કરાર ખાનગી કંપનીઓને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે હરાજી દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટને સૌથી વધુ બોલી લગાવનારને આપવાનો નિર્ણય કરાયો છે.
સાહીન-