દિલ્લી: છેલ્લા કેટલાક મહિનાઓથી સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે અનેક કામકાજ ઠપ્પ થયા હતા જેમાં વિઝા એસેમ્બલીની કામગીરી પણ બંધ હતી, જો કે પરિસ્થિતિ સામાન્ય થતાની સાથે ઘીરે ઘીરે અનેક છૂટછાટ મળી હતી ત્યારે હવે અમેરિકાના વિઝા આપવા માટેની કામગીરી પણ થોડા સમયમાં શરુ કરવામાં આવનારા છે.
સૌ પ્રથમ દિલ્હી સ્થિત યુએસ દૂતાવાસમાં આવનારા મહિના 1લી ફેબ્રુઆરીથી સ્ટૂડન્ટ્સ વિઝા, એચ -1 બી, એચ – 4, એલ -1, એલ -1, સી 1 / ડી અને બી 1 / બી 2 સહિતના તમામ પ્રકારની વિઝા કેટેગરીમાં અપ્લાય કરી શકાશે.
આ સમગ્ર બાબતે યુએસ એમ્બેસી-ઇન્ડિયાએ તેમના ઓફિશ્યલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને માહિતી આપી છે, વિતેલા દિવસ શુક્રવારના રોજ શુ ભારતની યુએસ એમ્બેસીએ કહ્યું કે, આ વિઝા અરજીઓની પ્રક્રિયા કરવાની ક્ષમતા હાલ પુરતી મર્યાદિત રાખવામાં આવશે. દૂતાવાસે કહ્યું, જોકે, અમારા ગ્રાહકો અને કર્મચારીઓની સુરક્ષા જાળવવાની અમારી ક્ષમતા પણ મર્યાદિત રાખી છે. એકવાર કોન્સ્યુલેટ્સ મર્યાદિત સ્તરે એપ્લિકેશનો પર પ્રક્રિયા કરવામાં સક્ષમ થયા બાજ સેવાઓનો વિસ્તાર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વિતેલા વર્ષ દરમિયાનથી કોરોના મહામારીના લીધે દેશમાં જુન મહિનાથી અમુક બિન-ઇમિગ્રેશન વિઝા કેટેગરીવાળા લોકોના પ્રવેશ પર ડિસેમ્બર મહિનાના સમયગાળા સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે આ નિર્ણયને ઓગસ્ટમાં રદ કરવામાં આવ્યો હતો અને તેની સમય મર્યાદામાં કોરોના સંક્રમણના કારણે વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આવતા હમિનાથઈ વિધા માટેની તમામ કામગીરી મર્યાદીત સંખ્યા સાથે શરુ કરવામાં આવશે.
-સાહીન