Site icon hindi.revoi.in

કોરોનાની વેક્સિન 50 ટકા પણ અસરકારક સાબિત થશે તો લોકોને આપવામાં આવશે -અમેરીકી નિષ્ણાંત

Social Share

અમેરીકાની સરકારના કોરોના વાયરસના સલાહકાર અને દેશના પ્રમુખ સંક્રમિત રોગોના નિષ્ણાંત એવા એન્થની ફાઉચીએ બ્રાઉન યૂનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, આ સમય દરમિયાન તેમણે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસની રસીનું સંપૂર્ણ અસરકારક સાબિત થવાની સંભાવના ખુબ જ ઓછી છે,પરંતુ જો આ રસી માત્ર 50 ટકા પણ અસરકારક સાબિત થશે તો તેનો સ્વીકાર કરવામાં આવશે.

તેમણે પોતોની વાતમાં કહ્યું કે, “વૈજ્ઞાનિકો જે વેક્સિન પર કામ કરી રહ્યા છે તેમાં તેઓ 75 ટકા સફળ રહે તેવી આશા સેવી રહ્યા છે,જો કે આમ ન થતા માત્ર  50 કે 60 ટકા આ વેક્સિન અસરકારક હશે, તો પણ તેનો સ્વીકાર કરવામાં આવશે, તેમણે કહ્યુ કે કોરોના વેક્સિન આમ તો 98 ટકા અસરકારક રહેવાની સંભાવનાઓ સેવાઈ રહી છે, આપણે બધાએ એ વિચારવું જોઈએ કે આ વેક્સિન એક એવું સાધન છે જેના થકી આ કોરોના મહામારી પર આપણે કાબુ મેળવી શકીશું”.

આ સમગ્ર બાબતે અમેરીકાના ફૂડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશન એ કહ્યું કે, “જો કોરોનાની વેક્સિન સફળ અને સુરક્ષિત સાબિત થાય છે અને તે 50 ટકા પણ અસરકારક હશે તો તેને માર્કેટમાં લાવવાની મંજુરી આપી દેવામાં આવશે, આ પરવાનગી મળ્યા બાદ તમામ લોકો માટે આ રસી માર્કેટમાં ઉપલબ્ધ હશે”.

ઉલ્લેખનીય છે કે, હાલ અમેરીકામાં કોરોનાની ઘણી વેક્સિન પર કામ થઈ રહ્યું છે,કેટલીક વેક્સિન પરિક્ષણના ત્રીજા તબક્કામાં પણ આવી ચૂકી છે, તેના પરિણામ સકારાત્મક આવવા પર તેને માર્કેટમાં ઉપલબ્ધ પણ કરાવવામાં આવશે,છે,અમેરીકામાં Pfizer અને Moderna નામક રસીના ત્રીજા તબક્કાના પરિક્ષણમાં અંદાજે 30 હજાર લોકોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

આ બાબતે કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે,આ વર્ષના અંત સુધી રસીના ત્રીજા તબક્કાનું પરિણામ સામે આવી શકે છે,તો બીજી તરફ રશિયાએ પોતાની કોરોના વેક્સિનનું પરિક્ષણ પુરુ કરવાનું એલાન કર્યું છે,જો કે, રશિયાની આ રસી બાબતે સંપૂર્ણ માહિતી આપવામાં આવી નથી,રસી બાબતે સિમિત જાણકારી મળી છે.

જો કે,WHO પ્રમુખ ટેડ્રોસ એડહૈમન ઘેબ્રિયેસુસનું કહેવુ છે કે,તે આશા રાખવી જરુરી છે કે,વૈજ્ઞાનિક સુરક્ષિત અને પ્રાભાવી વેક્સિન બનાવવા સફળ થાય ,જો કે તેની કોઈ ગેરંટી પણ નથી,બની શકે કે વેક્સિન ન પણ બની શકે.આ સમગ્ર બાબતે આપણે તૈયારી દર્શાવી જોઈએ

સાહીન-

Exit mobile version