1. Home
  2. revoinews
  3. ભારતમાં કોરોનાની આ વેક્સિન 15 ઓગસ્ટના રોજ થઈ શકે છે લોન્ચ-જાણો
ભારતમાં કોરોનાની આ વેક્સિન 15 ઓગસ્ટના રોજ થઈ શકે છે લોન્ચ-જાણો

ભારતમાં કોરોનાની આ વેક્સિન 15 ઓગસ્ટના રોજ થઈ શકે છે લોન્ચ-જાણો

0
  • કોરોનાની વેક્સિન કોવેક્સિન 15 ઓગસ્ટના રોજ થઈ શકે છે લોંન્ચ
  • ભારત બાયોટેક અને આઈસીએમઆર તરફથી વેક્સિનને લોન્ચ કરવાની સંભાવના
  • 7 જુલાઈ બાદ હ્યુમન ટ્રાયલ શરુલ કરાશે
  • આ અંગે આઈસીએમઆર દ્રારા પત્ર રજુ કરવામાં આવ્યો

,સમગ્ર દેશહાલ કોરોના નામની મહામારી સામે લડત લડી રહ્યું છે,અનેક કોરોનાની રસીઓ માટેના સંશઓધનો શરુ જ છે ત્યારે કોરોનાના વધતા આકંડાઓ વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે,15 ઓગસ્ટના રોજ કોરોનાની વેક્સિન કે જેનું નામ કોવેક્સિન છે તેને લોન્ચ કરવામાં આવી શકે છે,આ વેક્સિનને ફાર્માસ્યૂટિકલ કંપની ભારત બાયોટેક દ્રારા તૈયાર કરવામાં આવી છે,ભારત બાયોટેક અને આઈસીએમઆર તરફથી વેક્સિનને લોન્ચ કરવાની સંભાવના સેવાઈ રહી છે.

જો કે આ વેક્સિનને હજુ હાલમાં જ હ્યુમન ટ્રાયલ માટેની પરવાનગી આપવામાં આવી છે,આઈએમસીઆર તરફથી રજુ કરવામાં આવેલા પરિપત્ર મુજબ, 7 જુલાઈથી હ્યુમન ટ્રાયલ માટેના નોંધણીનુ કાર્ય શરુ કરવામાં આવશે,ત્યાર બાદ જો તમામ ટ્રાયસ બરાબર દજણાશે તો 15 ઓગસ્ટના રોજ કૌવેક્સિન નામની વેક્સિનને લોનેચ કરવામાં આવશે,જો આમ આમ શક્યું બન્યું તો કોરોના વેક્સિન બનાવવામાં ભારતનું પ્રથમ નામ હશે.સૌથી પહેલા આ બાયોટિક વેક્સિન ભારતમાં આવશે.

આ પત્ર આઈસીએમઆર અને તમામ એઈમ્સના ડોકટરો સહિત જારી કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે જો ટ્રાયલ દરેક તબક્કામાં સફળ થાય તો ત્યાર બાદ 15 ઓગસ્ટ સુધીમાં કોરોના રસી કોવેક્સિન માર્કેટમાં આવી શકે છે. આઈસીએમઆર દ્વારા આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપની ભારત બાયોટેકે તાજેતરમાં જ દાવો કર્યો હતો કે તેને કોવેક્સિનના ફેઝ -1 અને ફેઝ -2 માનવ ટ્રાયલ્સ માટે ડીસીજીઆઈ તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે, જુલાઈના પહેલા અઠવાડિયામાં ટ્રાયલનું કામ શરૂ કરવામાં આવશે. ભારત બાયોટેકને રસી બનાવવાનો જુનો અનુભવ છે.

ભારત બાયોટેક કંપનીએ પોલિયો, હડકવા, રોટાવાયરસ, જાપાની ઈનસેફ્લાઈટિસ, ચિકનગુનિયા અને ઝિકા વાયરસની વેક્સિન પણ બનાવી હતી . 7 જુલાઈથી માનવ પર આ રસીના ટ્રાયલ માટે નોંધણી શરૂ થઈ શકે છે. આ પછી, તબક્કાવાર ટ્રાયલ કરવામાં આવશે. અને જો ટ્રાયલ સફળ સાબિત થશે તો આ કોરોના માટેની કોવેક્સિનને 15 ઓગસ્ટે લોનેચ કરી દેવામાં આવશે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.