Site icon Revoi.in

70 વર્ષમાં જે કોંગ્રેસ ન કરી શકી તે ‘મોદી સરકારે 75 દિવસમાં કરી બતાવ્યું’

Social Share

ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અનેકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હરીયાણાના જીંદમાં ક રેલીમાં સંબોધીત કરી રહ્યા છે, તે સોથે તેઓ એ હરીયાણામાં વિધાનસભા ચૂંટણીનું બૂંગલ ફૂક્યુ હતું,  રેલીમાં હરીયાણઆના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટર, હરીયાણાના પ્રભારી મહાસચિવ અનિલ જૈન સહીત અનેક મંત્રીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા.

અમિત શાહે કહ્યું “કે પાંચ વર્ષ પહેલા હું ચૌધરી બિરેન્દ્રસિંહને ભાજપના સભ્ય બનાવવા માટે આ મેદાને આવ્યો હતો. હું આજે ચોથી વાર અહીં આવ્યો છું. મારું માનવું છે કે ભાજપ હરિયાણામાં બહુમતી સાથે સરકાર બનાવશે જ. તેમણે કહ્યું કે હું વિધાનસભાની ચૂંટણીમાં આવ્યો તમે બહુમતી સરકાર બનાવી, લોકસભાની ચૂંટણીમાં આવ્યો અને હરિયાણાની જનતાએ 300 ને પાર કરાવી ગઈ. આ વખતે પણ જ્યારે ચૂંટણીઓ યોજાશે ત્યારે હરિયાણાની જનતા પીએમ મોદીને આશીર્વાદ આપશે.મોદી સરકારે 75 દિવસમાં સરદાર પટેલનું સ્વપ્ન પૂરું કર્યું. તેમણે કહ્યું કે 70 વર્ષ સુધી કોંગ્રેસ સરકાર વોટબેંકની લાલચમાં તે કરી શકી નહીં, મોદી સરકારે 75 દિવસમાં તે કરી બતાવ્યું”

વધુમાં  રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે, “કલમ-37૦ એ ક તિહાસ બની ગઈ. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ માટે યુદ્ધના સમયે ત્રણેય સેનાઓ એક ભાગ બનીને દુશ્મનના દાંત કાપે તે નહોતુ બની શક્યું જે મોદી સરકારે કરી બતાવ્યું છે. થલ સેના,નભ સેના ને જલ સેના જુદી જુદી રીતે કામ કરે છે અને પોતપોતાની શક્તિ ધરાવે છે,. જો તેઓ સીડીએસના ભાગ રૂપે એક અંગ બનીને કામ કરશે તો તેઓ હજુ વધુ શક્તિશાળી બની શકશે,અમે ખેડૂતો માટે કામ કર્યું. 75 દિવસમાં મોદી સરકારે ખેડુતો અને વેપારીઓ માટે પેન્શનનું કામ કર્યું. જળ મંત્રાલયની રચના”. અપેક્ષા કરવામાં આવે છે કે વર્ષના અંતમાં હરિયાણા, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. આવી સ્થિતિમાં ભાજપે તેની ચૂંટણીની રણનીતિ તૈયાર કરી છે, જે હરિયાણાના જીંદથી શરૂ થઈ ગઈ છે ,મગૃહમંત્રી અમિત શાહે રેલીને સંબોધીત કરતા મોદી સરકારનનો કાર્યોના વખાણ કર્યા હતા.

ભાજપના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી બિરેન્દ્ર સિંહે હરિયાણાના જીંદમાં ગૃહ મંત્રી અમિત શાહની રેલીનું આયોજન કર્યું છે. .ચૌધરી બિરેન્દ્રસિંહની પત્ની પ્રેમલતા જીંદ જિલ્લાની ઉંચ્ચ બેઠક પર ધારાસભ્ય છે અને તેમના પુત્ર બ્રુજેન્દ્રસિંહ હિસાર સંસદીય મત વિસ્તારમાંથી સાંસદ પણ છે, તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-37૦ હટાવવાનો નિર્ણય એ ચર્ચાનો વિષય છે. અમિત શાહ જીંદની રેલીમાં જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ અંગે પણ વાત કરી શેકે છે.