- આજે International Day of Zero Tolerance for Female Genital Mutilation
- દીકરીઓને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર સરકારની 5 મહાન યોજનાઓ
કેન્દ્ર સરકાર દિકરીઓ માટે કેટલીક વિશેષ યોજનાઓ ચલાવી છે. આ યોજનાઓમાં દેશના શહેર અને ગામની દીકરીઓ માટે શિક્ષણ, આરોગ્ય અને લગ્ન જેવા ઘણા લાભ છે. 6 ફેબ્રુઆરીએ એટલે કે આજે International Day of Zero Tolerance for Female Genital Mutilation છે. આ પ્રસંગે ચાલો આપણે દિકરાઓના હિતમાં કેન્દ્ર સરકારની 5 મોટી યોજનાઓ વિશે જાણીએ.
સુકન્યા સમૃદ્ધિ યોજના
કેન્દ્ર સરકારે સુકન્યા યોજનાને બેટી-બચાવો-બેટી પઢાવો અભિયાન અંતર્ગત શરૂ કરી હતી. આ યોજનાના માધ્યમથી સરકાર દેશની તમામ દીકરીઓના માતા-પિતાને દીકરીઓના શિક્ષણ અને તેમના લગ્ન ખર્ચ માટે નાણાં જમા કરવા માટે પ્રોત્સાહિત કરે છે
બાલિકા સમૃધ્ધિ યોજના
આ દીકરીઓ માટે એક મહત્વપૂર્ણ યોજના છે, જેમાં તેમના જન્મ સમયે 500 રૂપિયાની રકમ આપવામાં આવશે. અને વર્ગ 1 થી 10 સુધી શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
મુખ્યમંત્રી રાજશ્રી યોજના
આ યોજના રાજ્ય સરકારે 1 જાન્યુઆરી 2016ના રોજ શરૂ કરી હતી. આના માધ્યમથી સરકાર યુવતીઓના મૃત્યુદરને રોકવા પ્રયાસ કરી રહી છે. તેનો ઉદ્દેશ તેમને શિક્ષિત અને સશક્ત બનાવવાનો છે.
મુખ્યમંત્રી લાડલી લક્ષ્મી યોજના
આ યોજના મધ્યપ્રદેશ સરકારે શરૂ કરી હતી. 2007માં શરૂ થયેલી આ યોજના છોકરીઓના શિક્ષણ માટે અલગ શિષ્યવૃત્તિની જોગવાઈ પૂરી પાડે છે, જે બધી છોકરીઓ માટે ખૂબ ઉપયોગી છે.
સીબીએસઇ શિષ્યવૃત્તિ યોજના
આ યોજના બધી દીકરીઓ માટે ખૂબ ફાયદાકારક છે. તે ભારત સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ચલાવવામાં આવે છે. તે એક શિષ્યવૃત્તિ યોજના છે. જેનો હેતુ દિકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.
-દેવાંશી