Site icon hindi.revoi.in

પીએમ મોદીના આદેશ પર દેશભરમાં CBIની તપાસઃ150 જગ્યા પર તપાસ શરુ

Social Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આદેશ પર સીબીઆઈ દેશભરમાં તાત્કાલીક તપાસ કરશે,સીબીઆઈ રેલ્વે,પરિવહન ,બેંક,બીએસેનએલ સહિત કેટલાક વિભાગોની તલાશી લેશે,સીબીઆઈ દેશમાં 150 જગ્યાઓ પર તપાસ કરી રહી છે. સીબીઆઈ દેશભરમાં વ્યાપારીક નિરિક્ષણ કરી રહી છે,સીબીઆઈ આ વિભાગોમાં જાણકારી મેળવવાના પ્રયત્નો કરી રહી છે કે, કઈ રીતે લોકોની ફરિયાદોનનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે,સીબીઆઈ  વિભાગોમાં સામાન્ય નાગરીકોની ઓળખાણ વિશે પણ જાણકારી મેળવી રહી છે.

સીબીઆઈ દ્વારા ભારતના મોટા શહેરો જેવા કે. દિલ્હી,જયપુર,જોધપુર,ગુહાવટી,શ્રીનગર,શિલોંગ,ચંદીગઢ,શિમલા,ચેન્નાઈ,મદુરૈ,કોલકત્તા,હેદરાબાદ,બેંગલુરુ, મુંબઈ,પુણે,ગાંધીનગર,ગોવા,ભોપાલ ને જબલપુરમાં તપાસ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત સીબીઆઈ નાગપુર , પટના,રાંચી,ગાઝિયાબાદ,દેહરાદુન અને લખનઉમાં પણ તપાસ અભિયાન શરુ કર્યુ છે,કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈએ આ શહેરોમાં પણ તપાસ શરુ કરી છે.

સીબીઆઈ રેલ્વે,કોલસાની ખાણો,મેડિકલ અને સ્વાસ્થ્ય વિભાગ, ફૂડ કોર્પોરેશન,પાવર મ્યૂનિસિપલ કોર્પોરેશન,ઈએસઆઈસી,ટ્રાંસપોર્ટ,સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ,ફાયર સેવાઓ,સબ રજીસ્ટાર ઓફિસ અને ઓદ્યોગિક ક્ષેત્રમાં તપાસ કરવામાં આવી છે.

ઉપરાંત સીબીઆઈ ડીએસટી વિભાગ, પોર્ટ ટ્રસ્ટ, નેશનલ હાઇવે, ડીએવીપી, એરપોર્ટ ઓથોરિટી જેવા વિભાગો પણ તપાસના આદેશમાં છે, ઘણા વિસ્તારોમાં સીબીઆઈનું સર્ચ ઓપરેશન વ્યાપક રીતે ચાલી રહ્યું છે. તેથી, સીબીઆઈ નાણાકીય વિભાગ, પુરાતત્ત્વ વિભાગ, શિપિંગ વિભાગ, બીએસએનએલ અને ખનિજ વિભાગોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે

Exit mobile version