- પંજાબની ભારતીય સીમામાં પાકિસ્તાનીઓની ઘુસણખોરીના પ્રયાસ
- સુરક્ષાદળોના જવાનોએ પાંચેયને ઠાર કર્યા
- હાલ આ પાંચેય અંગે તપાસ થઈ રહી છે
પંજાબ-: પંજાબમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ ભારતીય સીમામાં ઘુસણખોરી કરતા 5 પાકિસ્તાનીઓને ઠાર કર્યા છે, મળતી માહિતી પ્રમાણે પંજાબની તરનતારન વિસ્તારમાં આવેલી ભારતીય સીમા પરથી આ પાકિસ્તાનીઓ એ ઘુસણખોરી કરવાનો પ્રયત્નો કરી રહ્યા હતા ત્યારે બીએસએફના જવાનોએ સુરક્ષાના પગલે તેમનો ખાતમો કર્યો હતો, આ પાંચેય ઘુસણખોરો પાકિસ્તાનના નામીચા દાણચોર હોવાનું મનાઈ રહ્યું છે. આ સમગ્ર બાબતે આ ઘુસણખોરો કોણ હતા તેની તપાસ સુરક્ષાદળો એ હાથ ધરી છે
આ પાકિસ્તાનીઓનો આતંકીઓ સાથે કોઈ સંબધ હતો કે કેમ અથવા તો તેઓ ખરા અર્થમાં દાણચોર હતા એ અંગેની તપાસ હાથ ધરાી છે, સીમા સુરક્ષા દળની 47 બટાલિયનના જવાનો જ્યારે સીમા પર તૈનાત હતા તે સમયે પંજાબની ભારતીય સીમામા પાકિસ્તાનીઓ એ ઘુસવાના અથાગ પ્રયત્નો કર્યા હતા, તે જ સમયે એક પાકિસ્તાનીએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો જેને લઈને જવાબી કાર્યવાહીમાં સામે ગોળીબાર કરતા સીમા સુરક્ષા દળના જવાનોએ પાંચેને ઠાર કર્યા હતા.
સાહીન-