એનડીટીવી ફ્રોડના મામલે વ્હીસલબ્લોઅર ઈન્કમટેક્સ કમિશનર એસ. કે. શ્રીવાસ્તવનો આરોપ હતો કે ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ મોટા છેતરપિંડી કરનાર અને લાંચના 6 હજાર કરોડથી વધુનું ટેલિવિઝન ચેનલ એનડીટીવી દ્વારા લોન્ડરિંગ કર્યું છે. આશા છે કે એનડીટીવી દ્વારા તેના ટેલિવિઝન ચેનલના માલિક પ્રનોય રોયની સંમતિથી મની લોન્ડ્રિંગ કરનારા પી. ચિદમ્બરમને કાયદો ઝડપથી પોતાના સકંજામાં લેશે. શ્રીવાસ્તવે કહ્યુ હતુ કે આ મામલામાં ન્યાય નહીં મળે ત્યાં તેઓ આ લડાઈને ચાલુ રાખશે.

ચિદમ્બરમના ગૃહ નગર કરાઈકુડી ખાતે પબ્લિશર એસ. રંગનાથન સાથે શ્રીવાસ્તવે એનડીટીવી ફ્રોડ્સ પુસ્તકના વિમોચન પ્રસંગે સંબોધન કર્યું હતું. આ પુસ્તકનું વિમોચન 17મી એપ્રિલે થયું હતું. ત્યારે ચિમ્બરમે પોતાના સહઆરોપી પુત્ર કાર્તિ જ્યારે આ વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે આદર્શ ચૂંટણી આચાર સંહીતાનું ઉલ્લંઘન થતું હોવાનું જણાવીને આ કાર્યક્રમને સ્થગિત કરવા માટે સ્થાનિક વહીવટી તંત્રને આહવાન કર્યું હતું. અધિકારીઓએ ચિદમ્બરમને કહ્યુ હતુ કે આ કાર્યક્રમ પુસ્તક વિમોચન સંદર્ભેનો છે અને જો કોઈ ફરિયાદ હોય તો તેમણે આને લેખિતમાં આપવી જોઈએ. જો કે ચિદમ્બરમે આના સંદર્ભે કોઈ ફરિયાદ ફાઈળ કરી ન હતી અને શ્રીવાસ્તવ અને પબ્લિશરે અધિકારીઓને જણાવ્યું હતું કે તેઓ માત્ર પુસ્તક વિમોચન માટેની બાંયધરી આપે છે.
કાર્યક્રમમાં બોલતા સંજયકુમાર શ્રીવાસ્તવે વર્ણન કર્યુ હતું કે તેમણે 2006માં એનડીટીવી દ્વારા ટેક્સ ફ્રોડ્સ અને મની લોન્ડ્રિંગને ઉજાગર કર્યું, ત્યારથી ચિદમ્બરમે તેમને કેવી રીતે શિકાર બનાવવાની કોશિશ કરી. ઈન્કમટેક્સ કમિશનરે મીડિયા અને એકઠા થયેલા લોકોને કહ્યુ હતુ કે તેમના ઉપર બે આઈઆરએસ લેડી ઓફિસર્સ દ્વારા ચિમ્બરમે જાતીય દુરાચારનો કેસ પણ ઉભો કરાવ્યો હતો.