Site icon hindi.revoi.in

બોર્ડની પરિક્ષામાં સામૂહિક ચોરીની સૌથી મોટી ઘટનાઃ959 વિદ્યાર્થીઓ એ એક સરખો જવાબ લખ્યો

Social Share

એક સાથે 959 વિદ્યાર્થીઓ  કરી હતી પરિક્ષામાં ચોરી

959 વિદ્યાર્થીઓ ના એક સરખા જવાબ જાઈને બોર્ડ અધિકારીઓ ચોંક્યા

દરેકને નાપાસ કરવાનો લેવાયો નિર્ણય

આ તમામ સેન્ટર સોરાષ્ટના છે જ્યા આ કોપી પેસ્ટની ઘટના બની છે

ગુજરાત  માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અધિકારીઓ  સામુહીક ચોરીની એક ઘટના ઝડપી પાડી છે ,જણાવવામં આવી રહ્યું છે આ ચોરી 12માં ધોરણ માં થઈ છે  જેમાં 959 વિદ્યાર્થીઓ એ સામૂહિક કોપી પેસ્ટ કરી છે  જ્યારે ઘટનાને GSHSEBના ઈતિહાસમાં સોથી મોટો બનાવ માનવામાં આવી રહ્યો છે , જાણવા મળતી માહિતી મુજબ દરેક 959 પરિક્ષાર્થિઓ એ દરેક સવાલનો જવાબ એકજ સરખો લખ્યો હતો સાથે સાથે તે જવાબનો ક્રમ પણ દરેક નો સરખો જ હતો ત્યારે દરેકે ભૂલ પણ એક જેવીજ કરી હતી .

ત્યારે   મામલો કોપી પેસ્ટનો છે એમ ધ્યાનમાં આવ્યા બાદ બોર્ડ સત્તાધીશો ચોંકી ઉઠ્યા છે. બોર્ડે તેમના પરિણામ પર રોક લગાવવાનુ નક્કી કર્યુ છે. જે વિષયોમાં સામૂહિક ચોરી કરાઈ છે તે વિષયમાં આ તમામ વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે.

સામૂહિક ચોરીના મામલા અંગે મળેલી ફરિયાદો બાદ બોર્ડે તપાસ શરૂ કરી હતી. જેના ભાગરૂપે  વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની તપાસ કરવામાં આવી હતી જેમાં એક સરખા જવાબો જોવા મળ્યા હતા. જે પરીક્ષા કેન્દ્રો પર ચોરી થઈ છે તે સૌરાષ્ટ્રના શહેર છે જેમાં  જુનાગઢ, ગીર અને સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે. આ કેન્દ્રો પર પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ એકાઉન્ટિગ, ઈકોનોમિક્સ, અને સ્ટેટેસ્ટિક અને અંગ્રેજી નો સમાવેશ થાય છે. ત્યારે હવે બોર્ડ સત્તાધિશોએ ગીર સોમનાથના અમરાપુર, જુનાગઢના વિસાનવેલ અને ગીર સોમનાથના પ્રાચી પિપળા સેન્ટરની માન્યતા રદ કરવાનો વિચાર કર્યો છે અને આ વિચાર જલ્દી અમલમાં આવે તેવી શક્યાતાઓ સેવાઈ રહી છે.

જ્યારે  કોપી પેસ્ટના મામલામાં ધણા વિદ્યાર્થીઓની પુછપરછ કરતા જવાબમાં  પરીક્ષા કેન્દ્રો પર શિક્ષકોએ જ અમને જવાબો લખાવ્યા હતા તેમ જાણવા મળ્યું હતું . જ્યારે સેન્ટર પર પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાંથી ઘણા બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ તથા અમદાવાદના છે. જેમણે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મારફતે પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. જ્યારે આ સામૂહિક ચોરીના બનાવને લઈને બોર્ડ સત્તાધિશો સતર્ક બન્યા છે અને હજુ પણ આગળ આ અંગે કાર્યવાહી શરુ રાખવામાં આવી છે આ દેશની પ્રથમ ઘટના હશે જેમાં એક સાથે 959 વિદ્યાર્થીઓએ એક સાથે ચોરી કરી હશે.

Exit mobile version