1. Home
  2. revoinews
  3. અમરનાથ યાત્રાનો પ્રારંભ 21 જુલાઈથી થઈ શકે છે – માત્ર 10 હજાર શ્રધ્ધાળુંઓને અપાશે પરવાનગી
અમરનાથ યાત્રાનો પ્રારંભ 21 જુલાઈથી  થઈ શકે છે – માત્ર 10 હજાર શ્રધ્ધાળુંઓને અપાશે પરવાનગી

અમરનાથ યાત્રાનો પ્રારંભ 21 જુલાઈથી થઈ શકે છે – માત્ર 10 હજાર શ્રધ્ધાળુંઓને અપાશે પરવાનગી

0
  • અમરનાથની યાત્રા ટુંકસમયમાં શરુ થઈ શકશે
  • 10 હજાર યાત્રીઓને અપાશે પરવાનગી
  • અમરનાથ ગુફામાં માત્ર 500 લોકો જ એક દિવસમાં જઈ શકશે
  • યાત્રીઓના કોરોના ટેસ્ટ પણ કરાશે

વિશ્વભરમાં લોકડાઉનના કારણે્ અનેક ધાર્મિક સ્થળોની યાત્રાઓ પર રોક લગાવવામાં આવી હતી,જ્યારે હવે અણસાર દેખાઈ રહ્યો છે કે બાબા બર્ફાનીની અમરનાથ યાત્રા માટે 21 જુલાઈથી યાત્રીઓને મંજુરી મળી શકે છે,જો કે આ માટે 10 હજાર જેટલા યાત્રીઓને જ પરવાનગી આપવામાં આવશે,તે સાથે જ સુરક્ષાને લઈને ખાસ ધ્યાન આપવામાં આવશે.

કહેવામાં આવી રહેયું છે કે,આ વખતની યાત્રા માત્ર બાલટાલ રુટથી જ અમરનાથ યાત્રા થશે,ડજો કે હેલિકોપ્ટરના માધ્યમનો વિચાર પણ કરવામાં આવી રહ્યો છે,આ મામલે હજુ કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી,જો આ યાત્રા શરુ થશે તો એક દિવસમાં ગુફા સુધી જનારા યાત્રીઓની સંખ્યા મર્યાદીત રહેશે અંદાજે 500 યાત્રીઓને જ પ્રવેશ આપવામાં આવશે,આ સાથે જ અહીલ આવનારા તમામ પ્રવાસીઓના કોરોનાના રિપોર્ટ પણ કઢાવવામાં આવશે.

જ્યા સુધી યાત્રીઓનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યા સુધી તેઓ એ ક્વોરોન્ટાઈન સેન્ટરમાં જ રહેવું પડશે,તે સાથે જ 55 વર્ષથી ઉમંરના યાત્રીને પરવાનગી આપવા માટે હજુ વિરાર કરવામાં આવશે,યાત્રીઓની નોંધણી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા કરવામાં આવી શકે છે,અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે,2 અઠવાડીયાની જ આ યાત્રા રાખવામાં આવશે અટલે કે આવનારી 3 ઓગસ્ટ સુધી યાત્રા શરુ રહેશે.

મળતી માહિતી મુજબ યાત્રાળુંને કઠૂઆના લખનપુરમાં કોરોનાનો ટેસ્ટ કરાવો પડશે,તે સાથે જ વયોવૃધ્ધ લોકોને આ યાત્રા પર જવા માટે રોકવામાં આવી શકે છે,જો કે અહી આવનારા યાત્રીઓ માટે અનેક સુવિધા કરાશે જેમાં રહેવાની વ્યવસ્થા,ટેસ્ટ કરવાની વ્યવસ્થા સાથે ખાણી-પીણીની પુરતી સગવડ કરવામાં હાલ વહીવટતંત્ર જોતરાઈ ગયું છે.

યાત્રા સમય દરમિયાન જમ્મુમાં અમરનાથ યાત્રાનો બેઝ કેમ્પ એવો ‘યાત્રી નિવાસ ભવન’ ને કોરોના મહામારીમાં ક્વોરેન્ટાઇન સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું જે હવે યાત્રાળુઓ માટે તૈયાર કરવામાં આવશે. વહીવટીતંત્રએ યાત્રી નિવાસ ભવનને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા અને યાત્રાળુંઓને રહેવા લાયક બનાવવાની સુચના આપવામાં આવી છે.

જમ્મુ સિટીના ડેપ્યુટી મેયર શર્માએ જણાવ્યુ છે કે, જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશન એ યાત્રી નિવાસ ભવનને સ્વચ્છ કરવા અને તેનીા સંપૂર્ણ સફાઇ કરવાના આદેશો પાઠવ્યા છે. અમરનાથ યાત્રાના અંત સુધી અમારા કર્મચારીઓ 24 કલાક કાર્યરત રહેશે

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.