Site icon Revoi.in

મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનના નામ પર બનશે ઓયોધ્યાનું એરપોર્ટ

Social Share

અયોધ્યા એરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ રાખવામાં આવશે, આ સાથે જ આતંરરાષ્ટ્રીય લેવલનું એરપોર્ટ નિર્માણ પામશે આ માટે યોગી સરકાર દ્વારા એરપોર્ટનો વિસ્તાર વધરાવા અને એરપોર્ટનું નામ બદલાની કવાયત હાથ ધરવામાં આવી છે

એરપોર્ટનું નિર્માણ ડિસેમ્બર 2021 સુધી પૂર્ણ કરવાની યોજના છે, રામ મંદિર બન્યા પછી અહી રાષ્ટ્રીય તથા આતંરરાષ્ટ્રીય સ્તરથી યાત્રીઓ આવશે જેના કારણે યાત્રીઓની સંખ્યામાં વધારો જોવા મળશે આ તમામ બાબતને જોતા રાજ્ય સરકાર દ્વારા એરપોર્ટના વિસ્તારને વધારવાની યોજના ઘડવામાં આવી છે.

ડિસેમ્બર 2021 સુધીમાં એરપોર્ટનું નિર્માણ પૂર્ણ કરવાનું વિચાર્યું છે. રામ મંદિરના નિર્માણ પછી અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભક્તો અને પર્યટકોની સંખ્યામાં મોટો વધારો થશે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એરપોર્ટને વિસ્તૃત કરવાની યોજના બનાવી છે.

ઉલ્લેખનીય કે, એપ્રિલ 2017 સુધીમાં અયોધ્યા એરપોર્ટને બે તબક્કામાં વિકસિત કરવાની યોજના બનાવી હતી. આ માટે ટેક્નો-આર્થિક સર્વેમાં પ્રથમ ચરણમાં એટીઆર-72 વિમાન માટે વિકસિત કરવાનો હતો. રનવેની લંબાઈ 1680 મીટર રાખવાની હતી. બીજો તબક્કામાં એ-321, 200 સીટર વિમાન ચલાવવા માટે એરપોર્ટનો વિકાસ કરવાનો હતો.

આમાં રનવેની લંબાઈ 2300 મીટર હતી. ત્યાર બાદમાં સીએમ યોગી આદિત્યનાથે આ એરપોર્ટને બોઇંગ -777 વિમાન માટે યોગ્ય બનાવવાની અને તેનું નામ બદલવાની જાહેરાત કરી હતી. આ પછી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગયા વર્ષે 5 મેના રોજ ભૌતિક સર્વેક્ષણ કર્યા પછી સુધારેલો રિપોર્ટ પણ રજૂ કર્યો હતો.

સાહીન-