
પ્રવાસીઓ હાલ આગરા નહી જઈ શકે- વહીવટતંત્રએ પર્યટક સ્થળોને બંધ રાખવાનો નિર્ણય લીધો
- પ્રવાસીઓ આગરાની મુલાકાત નહી લઈ શકે
- તાજમહેલ જેવા સ્મારકો હાલ બંધ જ રખાશે
- આગરામાં 71 કન્ટેન્ટમેન્ટ ઝોન
- શહેરના દરેક સ્મારક અત્યારે બંધ રાખવાનો નિર્ણય લીધો
તાજેતરમાં દેશ આખો કોરોના સામે લડી રહ્યો છે,કોરોનાના વધતા જતા કેસ ચ્ંતાનો વિષય બની રહ્યા છે ,ત્યારે આ પહેલા કેન્દ્ર સરકારે 6 જુલાઈના રોજથી અનેક પ્રવાસન સ્થળોને ખુલ્લા મુકવાનો નિર્ણય. લીધો હતો,જો કે આગરા શહેરમાં કુલ 71 કન્ટેન્ટમેન ઝોન છે જેના કારણે હવે પ્રવાસીઓ માટે આગરાના તાજમહેલ સહિતના અનેક સ્થળો બંધ રાખવાનો નિર્ણય વહીવટતંત્ર દ્રારા કરવામાં આવ્યો છે,
ઉલ્લેખનીય છે કે,આગરા શહેરમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 1 હજાર 200ને પાર થઈ ચૂકી છે,જેમાં હાલમાં 146 એક્ટિવ કેસો છે,તો અત્યાર સુધી શહેરમાં 90 જેટલા લોકોએ કોરોનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે,આવી સ્થિતિ વચ્ચે પ્રવાસીઓને હવે આગરાના સ્થળોની મુલાકાત નહી લઈ શકે,સાવચેતીના ભાગ રુપે વહીવટતંત્રએ આ નિર્ણય લીધો છે.
આગરાના ડીએમના કહેવા પ્રમાણે, આ શહેરમાં વિતેલા 4 દિવસમાં કોરોનાના નવા 50થૂ વધુ કેસો નાંધાયા છે,તેની સાથે જ અહી 71 કન્ટેન્ટમેન્ટ ઝોન પણ છે,અને જો આ પ્રકારની સ્થિતિમાં પ્રવાસીઓને અહી આવવાની મંજુરી આપવામાં આવે તો કોરોનાનું સંક્રમણ વધવાની પુરેપુરી શક્યતાઓ રહે, જેને લઈને અગાઉ 6 જદુાલઈના રોજ પ્રવાસન સ્થળો ખુલ્લા મૂકવાના નિર્ણયને બદલવામાં આવ્યો છે.જો કે અહીના કેટલાક ઘાર્મિક સ્થળો વિતેલી 8 જુનના રોજથી ખુલ્લા મુકવામાં આવ્યા છે.
સાહીન-