અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા સિવિલ હોસ્પિટલના સંકુલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. જો કે, કોરોનાનું સંક્રમણ સતત ઘટતા અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં મોટાભાગના બેડ ખાલી છે. દરમિયાન સિવિલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલોને કોવિડ-19માં હોસ્પિટલમાં ફેરવીને કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. તેમજ મોટી સંખ્યામાં ખાનગી હોસ્પિટલમાં કોવિડના બેડ ખાલી હતા. જેથી ખાનગી કોવિડ-19 હોસ્પિટલને બંધ કરવામાં આવી હતી. હવે સિવિલમાં ઉભી કરવામાં આવેલી 1200 વોર્ડની કોવિડ હોસ્પિટલને બંધ કરવાનો નિર્ણય લવામાં આવ્યો છે. આ હોસ્પિટલ આજ્થી નોન કોવીડ હોસ્પીટલમાં ફેરવવામાં આવી છે. મહિલા અને બાળ રોગના તમામ વિભાગ ચાલુ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાને નાથવા માટે સરકારે કમર કસી છેે. હાલ અમદાવાદ સમગ્ર રાજ્યમાં કોરોનાની રસીનું અભિાન ચાલી રહ્યું છે. આજથી બીજો ડોઝ પણ આપવાનું શરૂ કરવામાં આવ્યો છે.