Site icon hindi.revoi.in

રામ મંદિરના 12 પરિક્ષણ સ્તંભો બનીને તૈયાર – નિષ્ણાંતો દ્રારા ક્ષમતા તપાસવામાં આવશે

Social Share

રામ મંદિરનો પાયો ખોદતાં પહેલા શ્રી રામ જન્મભૂમિના પરીસરમાં પાઇલિંગ પરીક્ષણ હેછઠ 12 પરિક્ષણ સ્તંભો તૈયાર થઈ ચૂક્યા છે. હવે 28 દિવસ પછી સ્તંભના ભારની ક્ષમતાનું પરીક્ષણ આઈઆઈટી ચેન્નઈના નિષ્ણાતો દ્વારા કરવામાં આવશે. ત્યાર બાદ રામ મંદિર માટે 1200 જેટલા સ્તંભોનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે.

કાર્યકારી સંસ્થા એલએન્ડટીના નિષ્ણાતોની જો વાત માનીએ તો, જૂન વર્ષ 2021 માં ફાઉન્ડેશનના પાયાના બાંધકામોને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ  કાર્ય અંતર્ગત 13 હજાર વર્ગ મીટર ક્ષેત્રમાં એક મીટર વ્યાસની 1200 સ્તંભ સો ફુટની ઊંડાઈમાં કોંક્રિટ લગાવીને બનાવવામાં આવશે. અંદાજે 100 મીટરના અંતરે એક લાઈનમાં ચાર-ચાર સ્તંભોના ત્રણ સેટ તૈયાર કરવામાં આવ્યા છે.

હવે તેની ક્ષમતાનું પરીક્ષણ થવા જઈ રહ્યું છે.આ કાર્ય માટે ચેન્નઈનાઆઈઆઈટી, નિષ્ણાતોની રાહ જોવાઈ રહી છે. પરીક્ષણ કર્યા બાદ નિષ્ણાતો તરફલી લીલી ઝંડી  મળતાની સાથે જ મૂળ પાયાના કાર્યની શરૂઆત કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, રામ મંદિર માટે 12 પરીક્ષણ સ્તંભો તૈયાર કરવામાં આવ્યા છે.

સાહીન-

Exit mobile version