
સ્વાદિષ્ટ અને ચટપટા દહીવડા તદ્દન નવી અને સરળ રીતે બનાવો – ખુબ જ ઓછી સામગ્રીમાં થશે તૈયાર
સાહીન મુલતાની
સામગ્રી
- 250 ગ્રામ – અળદની દાળ
- સ્વાદ મુજબ – મીઠું
- 500 ગ્રામ – દહી
- 1 કપ- ખાંડ
- સ્વાદ મુજબ – લાલ મરચાનો પાવડર
- સ્વાદ મુજબ – જીરુ પાવડર
- અડધી ચમચી – ઈનો ( ઈનોના ઓપ્શનમાં તેમે સોડાખારા યૂઝ કરી શકો છો)
- તળવા માટે – તેલ
સૌ પ્રથમ અળદની દાળને 5 થી 7 કલાક સુધી પાણીમાં પલાળી રાખો,ત્યાર બાદ એક કાણા વાળા વાસરણમાં દાળને નિતારી લો,બરાબર પાણી નિતરૂ ગયા બાદ મિક્સરમાં એકદમ જીણી દાળ દળીલો.
હવે દહીમાં એક કપ ખાંડ નાખીને દહીને મિક્સરમાં બરાબર ફેરલી લો,જો નિક્સરમાં ન ફેરવવું હોય તો બ્લેન્ડર વડે પણ બરાબર મિક્સ કરી શકો છો,જેથી કરીને દહી ઘાટ્ટુ અને સ્વાદમાં ખાંડ નાખવાના કારણે સ્વિટ થઈ જશે,
હવે દળેલી દાળના ખીરામાં સ્વાદ મુજબ મીઠૂં,એક ચમચી ગરમ તેલ અને એક ચમચી ઈનો અથવા તો બે ચપટી સોડાખાર નાખીને બરાબર મિક્સ કરી લો, હવે એક કઢાઈમાં બરાબર તેલ ગરમ કરો ,તેલ ગરમ થયા બાદ આ દાળના મિશ્રણના મધ્યમ સાઈઝના વડા તળીલો,ધ્યાન રાખો વડા તળતી વખતે ગેસની ફ્લેમ ધીરી રાખવી જેથી કરીને વડા અંદરથઈ બરાબર ચઢી જાય.
હવે વડા તળાઈ ગયા બાદ તેને ઉતારીને ગરમા-ગરમ વડાને એક ઊંડી તપેલીમાં પાણી ભરીને તેમાં 10 થી 15 મીનિટ સુધી ડૂબાળી રાખો,જ્યારે તપેલીમાં વડાને ડૂબાળો ત્યારે વડા પર કોઈ વજનદાર વાસણ મુકવું જેથી કરી વડા પર વજન આવે અને વડા પાણીમાં ડૂબેલા રહે.
હવે 10 મિનીટ બાદ આ વડાને પાણીમાંથી કાઢી લો અને એક બાઉલમાં ગોઠવો.ત્યાર બાદ તેમાં આગળથી તૈયાર કરેલું સ્વીટ દહી નાંખો,દહીં એ રીતે નાખવું કે બધા વજા દહીમાં ડૂબે,હવે તેના પર સ્વાદ મુડજબ મીઠૂ.જીરાનો પાવડર અને લાલ મરચાનો પાવડર બરાબર ભભરાવો.તૌયાર છે તમારા ચટપટા સ્વાદીષ્ટ દહીં વડા. તમે આ દહી વડા પર ગોળ-આમલીની ટચણી પણ એડ કરી છો,જો તમને સ્પાઈસી સ્વાદ ગમતો હોઈ તો તમે લીલા મરચા અને લીલા ઘાણાની ચટણી પણ એડ કરી શકો છો.