અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સામેની લડાઈ વધારે તેજ બની છે. તાજેતરમાં રાજ્ય સરકારે ખાનગી લેબોરેટરીમાં RTPCR ટેસ્ટની કિંમતમાં વધારો કર્યો હતો. હવે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સામેની લડાઈમાં હવે સ્વૈચ્છીક ટેસ્ટીંગ માટે પ્રિસ્ક્રીપ્શનની જરૂર નહીં પડે. એટલું જ નહીં આ અંગે તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને પણ આ અંગે જાણકારી આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળી બાદ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. જેથી લોકો કોરોનાના ટેસ્ટ કરાવવા વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં સરકાર દ્વારા પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે. જો પોઝિટિવ કેસ મળી આવે તો દર્દીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો સ્વૈચ્છાએ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવે છે. જો કે, હવે આ ટેસ્ટ માટે કોઈ પ્રિસ્ક્રીપ્શનની જરૂર નહીં પડે. આ અંગે તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને જાણ કરવામાં આવી છે. તેમજ ખાનગી લેબોરેટરી અને મનપા તંત્રને પણ જાણ કરવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા લોકોના પીપીઈ કીટ મારફતે ટેસ્ટ કરવામાં આવે છે. જો દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવે તો ફરીથી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાં આવે છે. સરકાર દ્વારા ફ્રીમાં ટેસ્ટ કરાવવામાં આવે છે. તેમજ લોકોને વધારે સુવિધા મળી રહે તે માટે કેટલીક ખાનગી લેબોરેટરીને પણ ટેસ્ટની મંજૂરી આપવામાં આવી છે. આ લેબોરેટરી દ્વારા દર્દી પાસેથી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી રકમ વસુલ કરે છે.