Site icon hindi.revoi.in

AIIMSમાં કોરોનાની COVAXINનુ પરિક્ષણ- 30 વર્ષના પુરુષને આપવામાં આવ્યો પ્રથમ ડોઝ

Social Share

સમગ્ર દેશમાં કોરોનાને લઈને હાહાકાર મચ્યો છે ત્યારે કોરોના માટેની વેક્સિનને લઈને અનેક લોકો આશા સેવી રહ્યા છે,ભારતની ફાર્મા કંપની દ્રારા કોરોના વાયરસ માટે કોવેસ્કિન નામની રસી વિકસાવવામાં આવી છે જેનું આજે 30 વર્ષના પુરુષ પર પરિક્ષણ શરુ કરવામાં આવ્યું છે.

દિલ્હી સ્થિતિ અખીલ ભારતીય આયુર્વિજ્ઞાનમાં કોરોના વેક્સિન કે જેનું નામ કોવેક્સિન છે જેનું માનવ પરિકક્ષણ શરુ કરવામાં આવી ચૂક્યું છે,એમ્સની આ વેક્સિનનો પ્રથમ ડોઝ 30 વર્ષના પુરુષને આપવામાં આવ્યો છે, પ્રાથમિક તપાસ અને ટેસ્ટ બાદ આ વ્યક્તિની પરિક્ષણ માટે પસંદગી કરવામાં આવી હતી,ઉલ્લેખનીય છે કે આ કોવેક્સિન ભારત બાયોટેક કંપની દ્રાર તૈયાર કરવામાં આવી છે.

એમ્સમાં કોરોનાની સ્વદેશી વેક્સિન કોવેક્સિનનું હ્યુમન ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે,પ્રથમ ફેઝમાં 375 વોલેન્ટિયર્સને આ વેક્સિન આપવામાં આવશે,દિલ્હીના એઈમ્સમાં 100 વોલેન્ટિયર્સ પર આ કોરોનાની વેક્સિનનું પરિક્ષણ કરાશે,જેમાં પ્રથમ 50 લોકોને વેક્સિન આપવામાં આવશે,

જણાવવામાં આવી રહ્યું છે કે,આ વેક્સિન આપ્યા બાદ તે વ્યક્તિને બે કલાક જેટલા સમયગાળ સુઘી નજપ હેછળ રાખવામાં આવશે,ત્યાર બાદ તેને પોતાના ઘરે પરત મોકલી દેવાશે,જો કે તેના ઘરે ગયા બાદ પણ 7 દિવસો સુધી તચેની પર નજર રાખવામાં આવશે,આ વેક્સિન 30 વર્ષના પુરુષને આપવામાં આવી છે,આ વેક્સિન ટ્રાયલમાં ભાગ લેવા માટે કેટલાક વોલેન્ટિયર્સની શારીરિક તપાસ કરવામાં આવી હતી.

જો આ વેક્સિનનું પરિણામ સકારાત્મક જણાશે તો તેના રિપોર્ટની માહિતી મોનિટરિંગ કમેટીને મોકલવામાં આવશે ,આ દરમિયાન બધુ પરિક્ષણ બરાબર જણાશે તો બાકીના વોલેન્ટિયર્સ પર આ રસીનું પરિક્ષણ હાથ ધરવામાં આવશે,ભારતના લોકોને આ વેક્સિનને લઈને ધણી આશાઓ છે.

સાહીન-

Exit mobile version