Site icon hindi.revoi.in

જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં આતંકી હુમલો- બે જવાન અને એક પોસીલ કર્મી શહીદ

Social Share

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો પર આતંકવાદીઓ તરફથી અવાર નવાર છેલ્લા કેટલાક દિવસોથી હુમલો કરવાની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે ,ફરીએક વાર સોમવારના રોજ બારામૂલા જીલ્લાના ક્રેઈરી વિસ્તારમાં સીઆરપીએફ ચોકી પર આતંકીઓએ હુમલો કરવાની ઘટના બની છે, આ આતંકવાદી દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક પોલીસ જવાન અને બ સેનાના જવાન શહીદ થવાના સમાચાર મળી આવ્યા છે.

આ હુમલા બાદ જો કે સેના તરફથી આતંકીઓનો પીછો કરવામાં આવ્યો હતો પરંતુ આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યા હતા,હાલ અહીં સેના દ્વારા સર્ચઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે,મીડિયા રિપોર્ટસ પ્રમાણે આજરોજ વહેલી સવારે ક્રેઈરી વિસ્તારની નાકા પાર્ટી પર જમ્મુ-કાશ્નમીરના પોસીલ જવાન અને સીઆરપીએફના જવાનો પર આતંકીઓએ બેફામ ગોળીબાર કર્યો હતો.

આતંકવાદીઓ એ કરેલા આ હુમલામાં સીએપપીએફના 119 બટાલિયનના બે જવાન શહીદ ગંભીર રીતે ઘાયલ થયા હતા ત્યાર બાદ તેઓના મોત નિપજ્યા હતા,આ હુમલામાં પોસીલ જવાન સહીત કુલ ત્રણ લોકો શદીહ થયા છે,હાલ આતંકીઓની શોધ શરુ જ છે.

આ પહેલા પણ શુક્રવારના રોજ આતંકીઓ દ્રારા સુરક્ષાદળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. શ્રીનગર પાસે નૌગામમાં જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં પણ એક પોસીલ કર્મી શહીદ થવાની ઘટના બની હતી, છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ પાર્ટીઓ અને સેનાના જવાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, અવાર નવાર આતંકીઓ દ્વારા હુમલો કરવાની ઘટના બનતી રહે છે,તો બીજી તરફ સેના પણ આતંકીઓનો ખાતમો કરવામાં ખડે પગે જોવા મળી રહી છે.

સાહીન-

Exit mobile version