Site icon Revoi.in

અયોધ્યામાં ભૂમિપૂજન પ્રસંગે અમેરિકામાં ઓનલાઇન રાષ્ટ્રીય પ્રાર્થના યોજાશે

Social Share

નવી દિલ્લી: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન પ્રસંગે ઉત્તર અમેરિકાના હિન્દુ મંદિરોમાં ઓનલાઇન રાષ્ટ્રીય પ્રાથનાનું આયોજન કરવામાં આવશે. ધાર્મિક સમૂહોએ આ જાણકારી આપી છે. હિન્દુ મંદિર એક્ઝિક્યુટિવ્સ કોન્ફરન્સ અને હિન્દુ મંદિર પ્રીસ્ટસ કોન્ફરન્સએ શુક્રવારે એક નિવેદન જારી કરી અયોધ્યામાં યોજાનારા ‘શ્રી રામ મંદિર ભૂમિ પૂજન’ પ્રસંગે અમેરિકામાં એક સાથે રાષ્ટ્રીય પ્રાર્થના કરવાની આહ્વાન કર્યું છે.

આ શુભ પ્રસંગ પર અમેરિકા, કેનેડા અને કેરેબિયન ટાપુઓના મંદિરો ભગવાન રામના ‘ચરણકમલ’માં પૂજા પર્વ નિમિત્તે સેવા આપશે. કેલિફોર્નિયાના બે એરિયામાં શિવ દુર્ગા મંદિરના સ્થાપક, અધ્યક્ષ અને આચાર્ય પંડિત કૃષ્ણ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે 5 ઓગસ્ટ 2020 ની એતિહાસિક ઉજવણી વૈશ્વિક હિન્દુ સમુદાય માટે નવા યુગની શરૂઆત છે. આપણે હવેથી આ દિવસને તહેવારની જેમ ઉજવવો જોઈએ.

અમેરિકામાં વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું કે 5 ઓગસ્ટે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં મંદિરનો શિલાન્યાસ કરશે ત્યારે તે પ્રસંગે પ્રાર્થનાઓનું આયોજન કરવામાં આવશે. ઉત્તર અમેરિકામાં સામૂહિક મંત્રોચ્ચાર થશે, ત્યારબાદ અનૂપ જલોટા અને સંજીવની ભેલાંડેના ભજન સાંભળવામાં આવશે.

_DEVANSHI